________________
પ
તે તે સંજ્ઞાની તેના જીવનવિકાસ અર્થે ચોક્કસ ઉપયોગિતા હોય જ છે. લડવાની વૃત્તિ વિષે પણ આ જ અનુમાન બરાબર હોવા સંભવ છે, પણ તે ઉપરથી આપણે એમ ન જ કહી શકીએ કે આમ પરસ્પર લડવાની વૃત્તિ આજે પણ માનવીને ઉપયોગી છે. સંજ્ઞા, વૃત્તિ, પ્રકૃતિમાં ઊભી થયેલી ખાસિયત ભારે ચીકણી હોય છે. અને જે સંગોએ તેને ઉત્પન્ન કરી હોય તે સર્વ સંગે બદલાઈ જાય તો પણ તે સંજ્ઞા વૃત્તિ કે ખાસિયત એને એ જ સ્વરૂપે જીવતી અને જાગતી રહે છે. દાખલા તરીકે શિયાળ તેની વિષ્ટા ઉપરથી તેને કોઈ શોધી ન કાઢે તે હેતુથી પ્રેરાઈને પિત કરેલી વિષ્ટાને હમેશાં ધૂળથી ઢાંકી દે છે. આ તેની એક ખાસિયત છે, કૂતર શિયાળની જાતિમાનું જ પ્રાણી છે. ફરક એટલે કે શિયાળ જંગલમાં રહે છે, કૂતરો માનવીઓના વસવાટમાં જ વસે છે. આમ છતાં પણ તેની પ્રકૃતિગત ખાસિયત અનુસાર કૂતરે પણ જ્યારે જ્યારે વિષ્ટા કરે છે ત્યારે ત્યારે જમીન ખોદીને તેને ઢાંકવાને પ્રયત્ન કરે છે. કૂતરાની બાબતમાં એ અભ્યાસ અર્થ વિનાનોહેતુ વિનાને હોય છે. સંયોગો બદલાય તે મુજબ પિતાનાં પ્રાકૃતિક વલણે નહિ બદલાવાના કારણે નીચેની કેટિની અનેક છવયોનિએ આજે લુપ્ત થઈ ગઈ છે. માણસજાતિ પણ શું પિતાને સદીઓથી વારસામાં મળેલાં વલણ બદલાવાની ઈચ્છાશક્તિના અભાવે આત્મ-વિનાશને નોતરશે ? તે પોતાનાં વલણ બદલી શકે છે. જે ઈચ્છે અને નિશ્ચય કરે તે જરૂર ફેરવી શકે છે. માત્ર માણસજાતમાં જ ઈચ્છાશક્તિ રહેલી છે અને તેથી જ તે હંમેશાં ભૂલને પાત્ર રહેલ છે, પણ આ ભૂલો કરવાની શક્યતારૂપી શાપ માણસજાતની સ્વાધીનતા-સ્વતંત્રતાનું જ પરિણામ છે અને તેમાંથી જ પ્રત્યેક માનવીને પ્રાપ્ત થયેલી શીખવાની, સુધરવાની અને પિતાની આખી જાતનું પરિવર્તન કરવાની કલ્યાણકારી શક્તિને જન્મ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org