________________
પાંદડાં છે કે કે અમુક વ્યક્તિના માથા ઉપર કેટલા વાળ છે તેની સંખ્યાની ખબર લેવાની જરૂર નથી.
આપણાં ધર્મશાસ્ત્રમાં સર્વત અંગે એવા ભાવની એક ઉક્તિ છે કે જેણે એક જાણ્યું તેણે સર્વ જાણ્યું. આ એક તે શું ? આ એક એટલે આત્મા. આત્માના સ્વરૂપને વિશ્વ અને પરમાત્માના અનુસંધાનમાં જેણે સમ્યપણે અને સર્વ બાજુએથી જ તેણે બધું જાણ્યું, એટલે જાણવાગ્યે બધું જાણ્યું. જે આ ન જાણ્યું હોય અને બીજું ગમે તેટલું જાણ્યું હોય તેને કાંઈ અર્થ નથીઆ વિચાર પાછળ આવી સમજણ રહેલી છે. આવા સર્વજ્ઞ, ઉપર જણાવી તેવી ભૌતિક વિગતે જાણતા નથી એમ કહેવાને એ આશય છે કે એવી ભૌતિક વિગતે જાણવાનું તેમના માટે કઈ પ્રયજન નથી અને તેમના માટે તે શક્ય પણ નથી.
- આ રીતે વિચારતાં પ્રતીતિભેદે એકથી વધારે સર્વાની સહેલાઈથી કલ્પના થઈ શકે છે. આજના વિજ્ઞાન સાથે ધર્મને મેળ બેસાડ હોય તે સર્વજ્ઞ શબ્દને આ મર્યાદિત અર્થમાં જ સમજ અને સ્વીકાર ઘટે છે અને ધર્મને કાર્યપ્રદેશ પણ જીવનઘડતર સાથે છે. આમેનતિ સાથે છે, વ્યક્તિ અને સમાજ વચ્ચે જરૂરી એવી સંવાદિતાની ઊંડી સમજણ સાથે છે અને નહિ કે ખગોળ કે ભૂગોળ સાથે નહિ કે રસાયણશાસ્ત્ર કે ભૌતિકશાસ્ત્ર સાથે. આ પ્રમાણે ધર્મની પણ મર્યાદા આપણે સ્વીકારી લેવી ઘટે છે
બીજી બાજુએ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય તે જ માત્ર સાચું અને બીજું બધું ખોટું-આવું ઘમંડ વિજ્ઞાને પણ છોડવાની જરૂર છે. વિજ્ઞાનને સીધો સંબંધ પ્રત્યક્ષ સાથે છે અને તેને લગતી માન્યતાઓ પણ સદાને માટે સ્થિર હોતી નથી. જેમ જેમ સંશોધન વધતું જાય છે, વિસ્તરતું જાય છે તેમ તેમ આ માન્યતામાં તેના એક યા બીજા અંશેમાં ફાર. થયા જ કરે છે જેને આર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org