________________
Para cabelos cazua balistato, nysics
પહેલાંના સમયમાં ધર્મસાહિત્યના નામ નીચે અનેક બાબતે સંગ્રહાતી અને જુદાં જુદાં વિષનાં શાસ્ત્રોને ધર્મશાસ્ત્રનું સામાન્ય. નામ આપવામાં આવતું. જ્ઞાનવિજ્ઞાન બધું ધર્મસાહિત્યમાં સંગ્રહાતું અને જુદા જુદા વિષયોને લગતી માનવીની જિજ્ઞાસા ધર્મસાહિત્યદ્વારા સંતોષાતી, જૈન ધર્મના સાહિત્યને વિચાર કરીએ તે તેના ચાર ભાગ પાડવામાં આવ્યા હતા. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, કથાનુયોગ અને ચરણકરણાનુયોગ. દ્રવ્યાનુયોગમાં તત્ત્વજ્ઞાન Metaphysics નીતિશાસ્ત્ર માનસશાસ્ત્ર જીવ-અજીવશાસ્ત્ર વગેરે સમાવેશ થતો ગણિતાનુ
ગમાં ગણિત, ખગોળ, જ્યોતિષ અને વિજ્ઞાનના અન્ય વિષયોને સમાવેશ થતો. કથાનુયોગમાં ઇતિહાસ અને પ્રાગ–ઐતિહાસિક એવાં પુરાણો અને કથાસાહિત્યનો સમાવેશ થતે અને ચરણકરણાનુગમાં ઈટ ઉપાસનાને લગતા અને સાધના આચારને લગતા ક્રિયાકાંડોનો સમાવેશ થતો. આવી જ રીતે અન્ય ધર્મ સાહિત્યના ભાગવિભાગ વિચારી શકાય છે.
આમ છતાં ઝીણવટથી વિચારતાં માલૂમ પડશે કે ધર્મવિચારને આમાંના કેટલાય વિષય સાથે સીધે કોઈ સંબંધ નથી. ધર્મવિચારને ખરો સંબંધ છે માનવજીવનનાં ઘડતર અને નિયમન સાથે. ચિંતનના ક્ષેત્રે પાયાના ક્ષેત્રે વિષયે ત્રણ છે. જીવ, જગત અને ઈશ્વર. આ ત્રણેનું સ્વરૂપ અને પરસ્પર સંબંધ આ અંગે ચોક્કસ સમજૂતી અને તેમાંથી પરિણમતી ચોક્કસ માન્યતા ધર્મવિચારના પાયામાં હોવી જરૂરી છે. આ માન્યતાની ભૂમિકા ઉપર વ્યક્તિનો પિતાને ઉત્કર્ષ શી રીતે સધાય, વ્યક્તિ દ્વારા સામાજિક ઉત્કર્ષ શી રીતે સધાય અને વ્યક્તિ અને સમાજ વચ્ચે સંબંધ કેવી રીતે સંવાદી બને રહે–આ બાબતની સર્વાગી વિચારણામાંથી ક્રૂરતા યમનિયમનું ગુણવત-શિક્ષાવતનું-એટલે કે આચારશાસ્ત્રનું નિર્માણ કરવું-ધર્મતત્ત્વનું આ કાર્ય છે. આચારમૂલક આ ધર્મવિચારને કોઈ પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org