________________
વિજ્ઞાન અને ધમ
વિજ્ઞાન અને ધર્મ વચ્ચે કઈ કાળથી ઘણું ચાલતું આવ્યું છે. વિજ્ઞાનની નવી નવી શેાધાએ ધમ સાથે જોડાયેલી કઈક માન્યતાઓને ખેાટી પાડી છે. ધર્મ, વિજ્ઞાન એ કેવળ પ્રત્યક્ષ સાથે સબંધ ધરાવતી રિમિત બુદ્ધિના ખેલ છે એમ કહીને, વિજ્ઞાનની અવજ્ઞા કરી છે. વિજ્ઞાને પ્રત્યક્ષસિદ્ધ નહિ એ બધુ ગપગાળા છે એમ કહીને ધની અવજ્ઞા કરી છે. ધના દાવા રહ્યો છે કે તેનો સર્વ માન્યતાએ નિઃશંકપણે સાચી છે કારણ કે તે ઈશ્વરપ્રણીત અથવા સર્વજ્ઞપ્રણીત છે. વિજ્ઞાનના દાવા રહ્યો છે કે તેણે જે કઈ પ્રયાગ કરીને સિદ્ધ કર્યું છે તે જ માત્ર સાચું છે, બીજું અધુરું નરી કલ્પના છે. આમ ધર્મ અને વિજ્ઞાન એકમેક સાથે અથડાતાં ચાલ્યાં છે.
પણ આજે આ બન્ને ક્ષેત્રમાં આપણી સમજ વધી છે અને દરેક બાબતને ઉપરછલ્લી રીતે નહિ પણ ઉંડાણથી વિચાર કરવાની અને વસ્તુતત્ત્વને ગ્રહણ કરવાની આપણી તાકાત પણ વધી છે. અને સારાસાર વિવેકષુદ્ધિ પણ સારા પ્રમાણમાં વિકસી છે. આ વિચારવિકાસને આ વિવાદસ્પદ વિષયને લાગુ પાડવામાં આવે તે સંભવ છે કે ધર્મ અને વિજ્ઞાન વચ્ચે સઘ હોવાનુ પરસ્પર વિરાધ હાવાનું કોઈ કારણ ન રહે.
Jain Education International
For Personal & Private Use Only www.jainelibrary.org