________________
--ઉપયોગી બનીએ તેટલા પૂરતી જ સાંપડેલ જ્ઞાનસમૃદ્ધિની સાર્થકતા
છે. કાળબળે જૂના ને નવા વચ્ચે જે વિસંવાદ ઊભો થયો છે તે વડિલજ ને આપણી વચ્ચે વૈષમ્ય ન ઉપજાવે એ ખાસ સંભાળ રાખવાની જરૂર છે.
આ રીતે જૂને વર્ગ ઉદાર થાય અને નવો વર્ગ વિનીત - બને. જૂને વર્ગ દીર્ઘદૃષ્ટિથી જોતાં શિખે અને નવો વર્ગ સારાસારના વિવેકને ગ્રહણ કરે, જન વર્ગ રુઢિપ્રિયતાને ત્યાગે અને નવ વર્ગ નૂતન વ્યાહથી મુક્ત થાય અને એ રીતે એકમેકની સહાનુભૂતિ મેળવી શિક્ષણપ્રચારનું કાર્ય સરલ કરે, દેશના દરેક સ્ત્રી પુરુષને શિક્ષિત બનવાનો દઢ સંકલ્પ કરે અને નવયુવકોને નવનવી વિદ્યાથી સુસજ્જિત કરે તે એક દિવસ એવો આવે કે જ્યારે આપણું ભારતવર્ષમાં હજુ સુધી નહિ અનુભવેલી કેઈ અપૂર્વ સંસ્કૃતિ જન્મ પામી ભારત વર્ષનો ઉદ્ધાર કરે એટલું જ નહિ, પણ અન્ય દેશનાં જીવન ઉપર પણ નીતિ અને ધર્મના સુન્દર સંસ્કારે પાડે. આ દિવસ જેમ બને તેમ જલ્દીથી આવે તેવી પ્રવૃત્તિઓમાં જોડાવા - સર્વ બંધુઓને સવિનય અભ્યર્થના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org