SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાને બદલે તેને પ્રચાર કેમ થાય અને તેની ખામીઓ શી રીતે? દૂર થાય તેનો દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરી તે દિશામાં પ્રયાસ આદરવાની દરેક સાધુ તેમજ શ્રાવક વિચારકની ફરજ છે. જે આથી અન્ય દિશાએ પ્રયાસ કરશે તેણે કાળ સામે બાથ ભીડી ગણાશે. એ પણ. ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ વિજ્ઞાનકાળમાં ધર્મની આચાર બાજુ ગૌણ પદ ધારણ કરતી જાય છે અને તે તદ્દન સ્વાભાવિક છે. માત્ર બાહ્ય આચાર કે ક્રિયાકાંડ મનુષ્યની યોગ્યતાનું અનુમાપક બને તે બગલો પણ ભક્તની કટિમાં લેખાય. આ કારણથી ધર્મના આતર સ્વરૂપને વધારે અગત્ય આપવાની જરૂર છે અને તાત્વિક રહસ્ય ઉપર જનસમાજની પ્રીતિ કેમ વધે તે વિચારવાની આવશ્યકતા. છે. અત્યારે બધા ધર્મો તેમજ ધર્મની ભાવના આંધણે ચઢી જાય છે, અને તે સંક્રાન્તિકાળનું જ મહાભ્ય છે. આથી કોઈએ નિરાશ થવાનું કારણ નથી. સાચું અવશ્ય તરી આવશે. ધર્મનાં સનાતન ત કદિ નાશ પામી શકતાં નથી. કાળબળે આવરણ આવે તો લોકદષ્ટિ ઘેડ કાળ તત્ત્વવિમુખ બને, પણ આખરે સત્ય ચિરપ્રકાશી છે અને મનુષ્યને અન્તર આત્મા તેના તેજમાં જ વિરામ પામે છે. અન્ય પક્ષે આપણે શિક્ષિત વર્ગે પિતાને માથે રહેલી જવા.. બદારીને પણ પૂરે ખ્યાલ રાખવાની જરૂર છે. આપણને જીવનથી પણ પ્રિયતર સ્વતંત્રતા સ્વચ્છન્દતાનું રૂપ ન ધરે અને આપણને મળેલ શિક્ષણ માત્ર સ્વાર્થસાધનામાં વિરામ ન પામે એ લક્ષ્ય, બહાર કદિ જવું ન જોઈએ. મતભેદ અને તેને અંગે વતનભેદ શિક્ષિતતાનું સ્વાભાવિક પરિણામ છે, પણ તેને અર્થ ઉચ્છખલ થવું, અવિનીત બનવું કે તરંગવશ જીવન ગ્રહણ કરવું એ નથી. ધર્મધુરાનું નિયંત્રણ આપણે છોડી દઈએ તે આપણામાં અને. પશુમા ભેદ શું ? આપણે જ્ઞાનસમૃદ્ધિથી સમાજને જેટલા વધારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy