________________
૨૭૮
આવી જ મૂર્તિ મારા જોવામાં આવી હતી. આ મૂર્તિઓના
ઔચિત્ય અનૌચિત્ય વિષે તેમની સાથે ચર્ચા થતાં તેમણે આવી મૂતિઓનું તાવિક interpretation-અર્થઘટન મારી સમક્ષ એ રીતે રજૂ કર્યું હતું કે આ પ્રકારના નિરૂપણને આશય જીવ અને શિવના મિલનને અથવા તો શિવ અને શક્તિના અને અથવા તો પુરુષ અને પ્રકૃતિના સાયુજ્યને પ્રતીકાકારે અભિવ્યક્ત કરવાનો છે. According to him it was a symbolical expression of spiritual-communion. જેવી રીતે માનવીની. આંખ જ્ઞાનની દ્યોતક છે, હાથ શ્રમને દ્યોતક છે, પગ ગતિના દ્યોતક છે, સ્ત્રીના સ્તન વાત્સલ્યના દ્યોતક છે, હૃદય પ્રેમનું દ્યોતક છે, તેવી રીતે સ્ત્રી-પુરુષ મેથુનની સ્થૂળ પ્રક્રિયા સ્ત્રી-પુરુષના—પ્રકૃતિપુરુષના આધ્યાત્મિક અદ્વૈતની દ્યોતક છે. બીજી રીતે કહીએ તે, મૈથુન ભૌતિક કક્ષા ઉપર -physical plane-ઉપર સરજાતા એક સ્ત્રી અને પુરુષના અંતની પ્રક્રિયા છે. એ જ પ્રક્રિયા ઉચ્ચતમ ભૂમિકા-spiritual plane-- ઉપર સરજાતાં તે આધ્યાત્મિક અતનું પ્રતીક-symbol-બને છે.
સ્ત્રી-પુરુષના શારીરિક સંબંધને એકાન્ત જુગુપ્સાની દૃષ્ટિએ જેવોવિચારો યોગ્ય નથી. કુદરતમાં જે પ્રવર્તે છે તે કશું હીન કે જુગુપ્સા લાયક નથી. તે પાછળ ઘણી વખત ઊંડા આશય–ગૂઢ સૂચન-રહેલ હોય છે, તે શોધી કાઢવું અને તે રીતે તે પ્રક્રિયાને ઘટાવવી તે બુદ્ધિમાનનું કર્તવ્ય છે. ”
આવી મૂર્તિ મેં અહીં પહેલી જ વાર જોઈ એમ નહોતું, તેમ જ આ સંબંધમાં કે મત પ્રવર્તે છે તેથી હું અજ્ઞાન પણ નહોતો; મારું કૌતુક તે એક બૌદ્ધ ધર્મગુરુના સ્થાનમાં આવી મૂતિને શું સ્થાન હોઈ શકે એ પ્રશ્નને લગતું હતું. તેથી આ મૂર્તિ તરફ તેમનું ધ્યાન ખેંચીને મેં પ્રશ્ન કર્યો કે આપના પૂજાસ્થાનમાં આપે આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org