SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ મીઠાઈ વડે અમારું સ્વાગત કર્યું. મેના લી ગોતમી સાથે વાતે વળગી. અજિતભાઈ અને હું લામા ગાવિંદ સાથે વાત કરવા લાગ્યા. ટિબેટમાં પ્રચલિત બૌદ્ધ ધર્મનું સ્વરૂપ, બૌદ્ધ ધર્મગુરુઓની સંસ્થા, બ્રહ્મચારી અને ગૃહસ્થાશ્રમી લામાઓની રહેણીકરણીને તફાવત, તેમનું પોતાનું સંશોધનકાર્ય–આવી કેટલીક બાબતો વિષે અમારી પ્રશ્નોત્તરી ચાલી. બૌદ્ધધર્મના લામાને આટલા નજીકથી કદી પણ જોયેલા નહિ, તેથી તેમની જીવનપદ્ધતિ વિષે મને બહુ કૌતુક હતું. તેમને ઓરડે જુદી જ ઢબના ફર્નિચરથી સજ્જ કરવામાં આવ્યો હતો. બને લામાદંપતી કલાકાર હાઈને આ ઓરડાને શણગાર-રચના સુરુચિપૂર્ણ હોય એ સ્વાભાવિક છે. મને મૂર્તિઓ અને ચિત્રોમાં રસ હોવાથી હું ઓરડામાં ફરવા લાગ્યો અને શેભાશણગાર નિહાળવા લાગે. ભી તે ઉપર લટકાવેલાં કેટલાંક ચિત્રો જોયાં. ફરતે ફરતો પ્રવેશદ્વારની બરાબર સામેની દીવાલના મધ્ય ભાગમાં એક નાના દેવઘર જેવી માંડ હતી તે તરફ મારી નજર ગઈ. અહીં એક લંબચોરસ ટેબલ ઉપર નાના કદનું ચેરસ સ્ટ્રલ ગોઠવ્યું હતું અને તે ઉપર ભગવાન બુદ્ધની એક નાની સરખી પણ અત્યન્ત ભાવવાહી લાવણ્યમયી મૂતિ હતી. બાજુએ તેમ જ નીચે -બીજી નાની નાની મતિઓ અને પ્રશોભને હતાં. સૌથી નીચે મધ્યમાં ગોઠવેલી દેવદેવીની સંલગ્ન એવી એક મૂર્તિએ મારું ધ્યાન ખેંચ્યું. સ્ત્રી-પુરુષ ઊભાં ઊભાં, અમુક રીતે ગોઠવાઈને, મૈથુન આચરતાં હોય એવા દેવદેવીના યુગલની આ મૂર્તિ હતી. મારી સમજણ મુજબ, આ મૂર્તિનું શિલ્પવિધાન નેપાળી ઢબનું હતું. આવું વિચિત્ર મૂર્તિનિર્માણ તાંત્રિક યુગમાં ઉદ્દભવ પામ્યું હશે એવું મારું અનુમાન છે. આવી મૈથુનપરાયણ દેવદેવીની મૂર્તિઓ આપણા દેશનાં મ્યુઝિયમોમાં કદી કદી જોવામાં આવે છે. કેટલાંક વર્ષો પહેલાં એક પરિચિત જનના સંગ્રહસ્થાનમાં આવી મૂર્તિ મેં પહેલીવહેલી જોઈ હતી. એક મિત્રને ત્યાં તાજેતરમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy