SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અવલોકનની તરફ જ પ્રેરે છે, પણ બાહ્ય વિશ્વના અવલોકનની યાત્રા કરવામાં ગમે તેટલો રસ કે આનંદ સધાતે હેય, છતાં માનવબુદ્ધિ એમાં અંતિમ સંતોષ અનુભવતી નથી. આમ થાય છે ત્યારે એ જ માનવ ઇન્દ્રિયોને તેના બહિર્ગામી વ્યાપારથી મુક્ત કરવા પ્રયત્ન કરે છે. અને એને અંતર્મુખ બનાવે છે. ત્યારે તેની સામે અગાઉ નહિ દેખેલ એવું અંતર્જગત યા આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. આ અંતર્જગતનું દર્શન અંતે અમૃતદર્શન યાં પરમાત્મદર્શનમાં પરિણમે છે. આ રીતે દર્શનવિદ્યા પણ બાહ્ય જગતના નિરૂપણમાં થાય છે. ત્યાર બાદ તે ઉંડાણ કેળવતાં કેળવતાં આંતરજગત યા આત્મનિરૂપણ ભણી વળે છે. અને એના પરિપાકરૂપે એમાં પરમાત્માનું નિરૂપણ પણ આવે છે. એડવર્ડ કેડે ધર્મવિકાસની ત્રણ ભૂમિકાઓ સૂચવી છે. આ કથન કઠોપનિષદના મંત્રને જ પ્રતિષ છે. આ જ ક્રમને ઉપનિષદોમાં અધિભૂત, અધિદેવ અને અધ્યાત્મપથી સૂચવવામાં આવેલ છે. ઉપનિષદોમાં અને અન્યત્ર, જ્યાં જ્યાં અપરા અને પર 'વિદ્યાને અથવા લૌકિક અને લકત્તર વિદ્યાને નિર્દેશ છે ત્યાં આ જ વસ્તુ સૂચવાયેલી છે. મનુષ્ય પ્રથમ અપરા વિદ્યા યા લૌકિક વિદ્યા તરીકે ઓળખાતી દુન્યવી અનેક વિદ્યાઓને ખેડે છે, પણ માત્ર એ વિદ્યાઓમાં જ તે વિશ્રામ નથી લેતા. તેથી આગળ વધી તે પરા વિદ્યા ભણી પ્રસ્થાન કરે છે. એ પરા વિદ્યા તે જ આત્મવિદ્યા અને પરમાત્મવિદ્યા. નારદ અને શૌનક જેવાં આખ્યાન દ્વારા એ સૂચવવામાં આવ્યું છે કે અનેક જાતની અપરા વિદ્યાએ મેળવ્યા છતાં તેમને તેમાં રતિ ન ઉપજી અને તેઓ પરા વિદ્યા માટે યોગ્ય ગુરુ પાસે - ગયા. એ આખ્યામાં પરા વિદ્યાને અર્થ એક જ છે અને તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy