________________
વ્યક્તિ વિષે કશો પણ અભિપ્રાય બાંધતા પહેલાં તેમને વિશેષ પરિચય હોવો આવશ્યક છે.
જાણે કે એક સુન્દર સ્વપ્ન જોયું હોય એવી ચિત્તની દશા અનુભવતાં અમે ત્યાંથી પાછી ફર્યા, બહાર ખુલ્લી જગ્યામાં આવ્યાં, અને આથમવાની તૈયારી કરતા સૂર્યના લાલ બિંબને અમે જોઈ રહ્યાં. ચીડની સળીઓ ઉપર અમે સંભાળપૂર્વક સરકી રહ્યાં હતાં. જમણી બાજુએ પર્વતની કોર ઉપર અમુક લહેકાપૂર્વક, એકસરખા તાલમાં, પીઠ ઉપર મોટા બેજાઓ ધારણ કરીને, ચાલી રહેલ કુલીઓની લાંબી કતાર સંધ્યા સમયે છાયાચિત્ર નિર્માણ કરતી હતી અને રણપ્રદેશમાં ઊંચાણવાળા ભાગની કેર ઉપર ચાલી રહેલા ઊંટની વણઝારની યાદ આપતી હતી. આમ ચોતરફના સૌન્દર્યને જોતાં, માણતાં, વાતો કરતાં અમે, લગભગ અંધારું થઈ ગયું તે અરસામાં, પનવનૌલાના ડાકબંગલે પહોંચી ગયાં. કૃષ્ણપક્ષની ચતુર્થી હતી એટલે રાત્રીને અંધારપટ બધે છવાઈ ગયે હતો. બસની સડક નીચાણમાં હતી. ડાકબંગલે નાના સરખા ટેકરાની ઉપરના ભાગમાં હતો. ચતરફ ચીડ અને દેવદારનાં વૃક્ષોનું ગાઢ જંગલ હતું. ડાકબંગલામાં સાથે લાવેલું ભાતું અમે ખાધું, સૂવા માટે સરખી વ્યવસ્થા કરી અને પછી બહાર આવીને બહુ ઊંચી નહિ એવી બેઠા ઘાટની બાંધેલી દીવાલની પાળ ઉપર અમે બેઠાં. અહીં અત્યારે ભારે એકાત અને બધું કાંઈ સૂનકાર લાગતું હતું. આકાશમાં તારા ચમકતા હતા. વૃક્ષરાજીમાંથી પસાર થતા પવનનો મંદ મંદ મીઠો મર્મર ધ્વનિ વાતાવરણમાં માધુર્યને સંચાર કરતો હતો. અહીં પણ કઈ રાની જંગલી પશુ કેમ ચડી ન આવે? કારણ કે આ એ જ પ્રદેશ હતું કે જ્યાં જીમ કોરવાટે મનુષ્યભી ચિત્તાઓને વર્ષો પહેલાં
સ્વર્ગે પહોંચાડ્યા હતા—આવો વિચાર કદી કદી ચિત્તને સ્પર્શી જ હિતે. પણ અહીં આ ઘેરી પર્વતમાળમાં અને ઘટ્ટ જંગલમાં, જ્યાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org