________________
૨૫૮
ચક્રવર્તી મુક્ત થયા અને ત્યાર બાદ તેઓ પિતાને ઘેર કાશી આવીને રહ્યા. નિસને પણ લખનૌ યુનિવર્સિટીની નોકરી છોડી દીધી અને બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે તેઓ જોડાયા. અને એ રીતે ચક્રવતી કુટુંબ સાથે તેમને સહવાસ ચાલુ રહ્યો.
બનારસ આવ્યા બાદ થોડા સમયમાં યશોદામાએ સંસારને ત્યાગ કર્યો. તેમણે વૃંદાવનમાં વૈષ્ણવ સંપ્રદાયના કોઈ સંન્યાસી પાસે સંન્યાસ દીક્ષા લીધી, સંન્યાસિની બન્યાં અને આલ્મોરામાં આવીને રહ્યાં. તેઓ બંગાળી, હિંદી તથા અંગ્રેજીનાં સારા જાણકાર હતાં. નિક્સન પણ એ જ વૈરાગ્યભાવથી પ્રેતિ અને પ્રભાવિત હતા, એટલે, સ્વ. પં. મદનમોહન માલવીયાને તેમને રોકવાને ઘણે આગ્રહ હોવા છતાં, માતા પાછળ બાળક દોડી જાય તેમ, તેઓ પણ યશોદાભાઈ પાછળ નોકરી છોડીને આરા ચાલી આવ્યા અને યશોદામાઈ પાસે દીક્ષા લઈને વૈષ્ણવ સંપ્રદાયના સાધુ બન્યા, અને “કૃષ્ણપ્રેમ વૈરાગી” નામ ધારણ કર્યું. ત્યાર બાદ તેમણે વૈષ્ણવ સંપ્રદાયના એક સાધુ તરીકેના બધા નિયમો ચોકસાઈથી પાળવા માંડયાઃ માથે ચોટલી રાખવી શરૂ કરી, કાન વીંધાવ્યા, ગળામાં તુલસીની માળા પહેરવા લાગ્યા, વગર સીવેલાં ગેરુઆ રંગનાં કપડાં પહેરતા થયા, માધુકરી ઉપર પિતાને નિર્વાહ કરવા લાગ્યા અને સ્વયંપાકી બન્યા. રાધાકૃષ્ણની આરતી-ઉપાસના તેઓ વિધિવિધાનપૂર્વક આજ સુધી અપૂર્વ શ્રદ્ધા અને ભક્તિ વડે કરતા રહ્યા છે. - ૧૯૨૮ માં જૂન કે જુલાઈ માસમાં ગાંધીજી આલ્મોરા ગયેલા ત્યારે તેઓ યશોદામાઈને અને સાથે સાથે સ્વામી કૃષ્ણપ્રેમને મળેલા અને તેમના વિષે ગાંધીજીના મન ઉપર ઊંડી છાપ પડી હતી. તીર્થસલીલમાં શ્રી દિલીપકુમારે પણ આ બન્ને વિષે પ્રશસ્તિભર્યો ઉલ્લેખ કર્યો છે. યશોદાભાઈ પરમ સિદ્ધિને પામેલાં સંન્યાસિની હતાં, અને તેમને સાક્ષાત્કાર થયો હતે એવી તેમના વિષે માન્યતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org