________________
પ્રવર્તે છે. આશ્રામાં ભક્તજનોને ખૂબ આવરજવર રહેલા હતું અને એકાત કે શાન્તિ જેવું કશું મળતું નહોતું, તેથી ત્યાં કેટલાંક વર્ષ રહ્યા બાદ તેમણે મીરતલામાં મંદિર અને નિવાસસ્થાન બંધાવ્યું અને ત્યાં જઈને તેઓ રહ્યા. આ સ્થળને વૈષ્ણવ “ઉત્તર વૃન્દાવન’ના નામથી ઓળખે છે. આ સ્થળ સમુદ્રસપાટીથી આશરે ૭૦૦૦ ફીટની ઊંચાઈ ઉપર આવેલું છે.
૧૯૪૬માં યશોદાભાઈ નિર્વાણ પામ્યાં. યશોદામાઈને મોતી રાજા” નામની એક પુત્રી હતી, જે કૃષ્ણ પ્રેમથી દીક્ષિત બનીને સંન્યાસિની થઈ હતી; તે પણ થોડા સમય બાદ અવસાન પામી. કૃષ્ણપ્રેમને એક અંગ્રેજ મિત્ર હતા; નામ એલેક્ઝાન્ડર; તેઓ આઈ એમ. એસ. અને સિવિલ સર્જન હતા. તેમણે કૃષ્ણ પ્રેમ પાસે દીક્ષા લઈને સંન્યાસ ધારણ કર્યો હતો અને કૃષ્ણપ્રેમની સાથે રહેતા હતા, ગરીબ જનતાની તેઓ ખૂબ વૈદકીય સેવા કરતા હતા. તેઓ દયા અને કરુણાની મૂર્તિ સમા હતા અને પહાડી લોકો માટે એક મહાન આશીર્વાદરૂપ હતા. તેઓ પણ બે વરસ પહેલાં અવસાન પામ્યા છે. અત્યારે કૃષ્ણ પ્રેમ પાસે એક અંગ્રેજ યુવક છે. તેણે કુણપ્રેમ પાસે દીક્ષા લીધી છે અને તેને “માધવાશિષ ” નામ આપવામાં આવ્યું છે.
કૃષ્ણપ્રેમ ભક્તિયોગ તરફ ખૂબ ઢળેલા છે, પણ સાથે સાથે તેઓ ઉચ્ચ કેટિના વિદ્વાન અને ફિલસૂફ છે. તેમણે અંગ્રેજીમાં લખેલા ગ્રંથે યોગ એફ ભગવદ્ગીતા', યોગ એક કઠ-ઉપનિષદ', સર્ચ ફેર દ્રથ” અને “ઇનીશિયેશન અટુ યોગ” આન્તરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તેઓ હિંદી બહુ સરસ સરળપણે બોલે છે. શ્રી કૃષ્ણપ્રેમ સાથે મેળાપ
કૃષ્ણ પ્રેમને આ સંક્ષિપ્ત પરિચય છે. તેમને મળવું, તેમનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org