SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ નહતી અને ભગવદ્ભજન પણ સુખેથી ચાલ્યા કરતું હતું –એમ કહીને આગળનાં વર્ષોની સુખમયતા અને આજની આર્થિક ભીંસની સરખામણી કરે અને આજની અકળામણમાં ધરમ કે ભક્તિમાં કશું ધ્યાન ચુંટતું નથી એમ જણાવે એ સ્વાભાવિક છે. - જેમના મકાનમાં અમે આટલા દિવસ રહ્યા તે કેપ્ટન દૌલતસિંહને અમને મીઠો અનુભવ થયો; અમારી સાથે તેમને બધો વ્યવહાર સરળ અને ભાવભર્યો હતો. અમને જોઈતી ચીજો એમને ત્યાંથી મળી રહેતી હતી. અમારી અગવડ-સગવડની તેઓ પૂરી ચિન્તા ધરાવતા હતા. જેમ અહીં અમે આવ્યાં ત્યારે તેમણે અમારું ચાપાણીથી સ્વાગત કર્યું હતું, તેમ જતી વખતે પણ અમારે તેમને ત્યાં ચા-પાણી તથા નાસ્તો કરી જવાનું હતું. જે સ્થળમાં અમે રહ્યા તે સ્થળ પણ, કૌસાનીની જે વિશેષતા છે તે માણવા માટે, ભારે અનુકૂળ હતું. અમારી માફક કઈ પણ મંડળીને આ મકાનમાં રહેવાની ઈચ્છા હોય તો કેપ્ટન દૌલતસિંહ સાથે પત્રવ્યવહાર કરીને તેઓ ગોઠવણ કરી શકે છે. કૌસાની બહુ જ નાનું ગામડું છે. બસ સ્ટેપની આસપાસમાં જ, મોટા ભાગે, ત્યાં રહેતા લોકોને વસવાટ છે. કૌસાનીની વસ્તી ૨૦૦-૩૦૦ થી વધારે માણસોની નહિ હોય. પહેલાં તે ત્યાં દૂધ, અનાજ, કેરોસિન, શાકપાંદડું એવી જરૂરિયાતની ચીજો મેળવવામાં બહુ મુશ્કેલી પડતી હતી અને મળતું તે બહુ ઓછું મળતું. સરકારી સ્ટેટ બંગલા કે ડાક બંગલા સિવાય પ્રવાસીઓને ઊતરવાનું કઈ પણ ઠેકાણું નહોતું. હવે તે ત્યાં એક નાની સરખી સર્વોદય હોટેલ શરૂ થઈ છે, જ્યાં ખાવા-પીવા ઉપરાંત રહેવા વગેરેની ઠીક ઠીક સગવડ છે. જરૂરિયાતની પણ ઘણીખરી ચીજો હવે ઓછાવધતા પ્રમાણમાં મળી રહે છે. અમને તે દૂધ પણ જોઈએ એટલું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy