SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ મળી શકતું હતું. ચા-પાણીની પણ ત્યાં ત્રણ-ચાર હોટલે ચાલી રહી છે. આમ કૌસાની સંબંધે અનેક મીઠાં સ્મરણે મગજમાં સંઘરીને અમે જૂન માસની બીજી તારીખે સવારના ભાગમાં નવ-સાડાનવ વાગ્યાની બસમાં બેસીને ત્યાંથી વિદાય થયાં. ચનદા મૂકેલ અમારે વધારાને સામાન આ રીતે પાછા ફરતાં ત્યાંથી લઈ લીધે. સેમેશ્વર વટાવ્યું. કોસી આવ્યું. “ગરમપાણીની માફક આ સ્થળે પણ જતા-આવતા પ્રવાસીઓ નાસ્તો કરીને ચા-પાણી પીને તાજા થાય છે. અમને અહીં તાજુ સરસ દહીં મળ્યું. જેને જે ગમ્યું તે ખાધું પીધું અને આગળ ચાલ્યાં. કેસી નદીને પુલ ઓળંગીને બસ આલ્મરાના રસ્તે ઊંચે ચઢવા લાગી. કેસી નદીએ હવે અમારે સાથ છો અને ખેરના ગરમ પાણીની દિશા તરફ તે આગળ આવી. અમે બપોરે બાર વાગ્યા લગભગ આરા પહોંચ્યાં. આ મારા અહીં રામકૃષ્ણ ધામ નામની એક સંસ્થા છે, ત્યાં ઊતરવાનું અમે આગળથી નક્કી કર્યું હતું. ત્યાં મજૂરે પાસે સામાન ઉપડાવીને અમે પહોંચ્યાં. રામકૃષ્ણ ધામના મુખ્ય સંચાલક સ્વામી પરબ્રહ્માનંદજીએ અમારું ભારે પ્રેમથી સ્વાગત કર્યું; રહેવા માટે અમને એક એરડ ઉપર અને એક ઓરડા નીચે કાઢી આપે. ઉપર અમે રહ્યાં, નીચે મેના-અજિતભાઈ રહ્યાં. અહીં આવ્યાં અને આ ઋતુ ઉનાળાની ચાલે છે, એનું એકાએક ભાન થયું. આજ સુધી બધે હવામાં ઓછી-વધતી પણ ઠંડી જ અનુભવતાં હતાં, પણ અહીં ખરેખર, મુંબઈ જેવી ગરમી લાગી. આભેરાની 'ઊંચાઈ ૫૪૦૦ ફીટની છે. અને ઉનાળામાં અહીં સાધારણતઃ ગરમી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy