SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ હિમાલય અમાપ ક્ષેત્રફળને આવરી રહ્યો હતો. અવર્ણનીય ગૂઢતાનું ગહનતાનું સંવેદન આન્તરમનને ઘેરી રહ્યું હતું. ગાંભીર્ય અને આનંદની મિશ્ર લાગણીઓ ચિત્તતંત્રીના તારને હલાવી રહી હતી. આત્મા શબ્દાતીત પ્રસન્નતા અનુભવી રહ્યો હતો. આમ કરતાં, બેસતાં, ઊભા રહેતાં કેટલે સમય ગયો તેની ખબર ન રહી. આખરે શરીરે ફરજ પાડી, ડું સુતે ન સૂતો અને સવાર પડી. હિમપર્વત અમારી ઉપર જાણે કે તુષ્ટમાન ન હોય અને અમને અહીંથી પૂરા ધરવીને વિદાય આપવા માગતા ન હોય, એમ આજે પણ અમારી સામે તેઓ સ્પષ્ટ આકારમાં ઉપસ્થિત થયા હતા. પરમ વિશ્વવ્યાપી ચૈતન્યનાં જાણે કે તે પ્રતીક ન હોય, એમ અમારું દિલ તેમના વિષે ભક્તિભાવથી પ્રણત બન્યું અને મનથી વન્દન કરીને તેમની અમે રજા લીધી. - અહીં અમે આઠ દિવસ રહ્યાં તે દરમિયાન નારાયણ નામનો અહીંને બાર-તેર વર્ષનો છોકરો અમારું પરચૂરણ કામ કરતો હતો. ગરીબી એટલી બધી કે તેની પાસે પહેરવાનાં સરખાં કપડાં નહેતાં અને હતાં તે ફાટેલા-તૂટેલાં. ભણતર તે તેના ભાગ્યમાં ક્યાંથી હોય? ગંગાકુટિરના માલિક કેપ્ટન દૌલતસિંહના ખેતરમાં તે કામ કરતો હતે. અમે આવ્યા એટલે અમારા કામકાજ માટે તેમણે અમને એને સુપરત કર્યો. તેનું મોટું નમણું હતું અને તેની વાણી ભારે મીઠી હતી. મુંબઈ બાજુએ ઘાટીઓ અને રસોઈયાઓની જેણે તુમાખી જોઈ હોય તેને તે આની નરમાશ જોઈને નવાઈજ લાગે. જે કાંઈ કામ બતાવો તે બધું કરે, જરા પણ થાકે નહિ, કંટાળે નહિ કે મેં બગાડે નહિ. જે કાંઈ કહીએ તે “જી હજૂર” કહીને સાંભળી લે અને જરૂર હોય એટલો જ જવાબ આપે. અમે અહીં હતાં તે દરમિયાન એક દિવસ સાંજે ખૂબ વરસાદ આવેલો અને મેના તથા અજિતભાઈનું શું થયું હશે એની અમે ચિતા કરતાં હતાં, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy