SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ લાગ્યા, પણ એમ જલદીથી ઊંઘ કેમ આવે? આજે તે! પૂર્ણિમા હતી. સમગ્ર ગિરિપ્રદેશ ઉપર ચંદ્રમા અમૃતસુધા વરસાવી રહ્યો હતા. પેલા હિમપતા પણ રૂના પોલ જેવા અસ્પષ્ટ, અને એમ છતાં, મુખ્ય શિખરે ને આંખો તારવી શકે એટલાં સ્પષ્ટ અમારી આંખોને વારે વારે પાતા તરફ ખેંચી રહ્યાં હતાં. આ કારણે અમે ઘરમાં હતાં છતાં અમારી નજર બહાર જ દોડયા કરતી હતી. આ પ્રદેશ પહાડી હતા. રજનીના આગમનને લીધે શ્યામવર્ણ બનેલું આકાશ સ્વચ્છ-નિર્મળ હતું. પરિણામે પૂર્ણ કળાએ ખીલી રહેલા ચંદ્રની આભા આપણે સપાટ પ્રદેશ ઉપર અનુભવીએ છીએ તે કરતાં ઘણી વધારે ઉજ્જવળ અને જાણે કે આંખાને આંજી દેતી હાય એવી જાજરમાન લાગતી હતી. ચાંદ્રતુ' ક્લક ચકચકિત રૂપાની થાળી જેવુ નહિ પણ જાણે કે ઝગઝગતા હીરાથી છલકાતા રૂપાના પાત્ર જેવું ઝબકી રહ્યું હતું. વ્યાપી રહેલી કૌમુદીને લીધે આસપાસની વૃક્ષશ્રી નવલ રૂપ ધારણ કરી રહી હતી. આવતી કાલે સવારે અહીંથી ઊપડવાનું હતું, તે માટે વહેલાં ઊઠીને સામાન પેક કરવાના હતા. તેથી બને તેટલાં વહેલું સૂવું જોઈએ એમ એક મન કહેતું હતું; ખીજુ` મન એમ કહેતું હતું કે જ્યારે બહાર ચાતરમ્ તેજને-પ્રકાશના ઉત્સવસમારંભ ચાલી રહ્યો છે ત્યારે આરડામાં પુરાઈને સૂઈ કેમ શકાય? શરીર ઊંઘવા માંગતુ હતું, પણ મન તે આજની રાત માણવા માગતું હતું. સવારે વહેલાં ઊઠવાના ખ્યાલથી અને શરીરની માગણીને વશ થઈને હું સૂતા અને થાકને લીધે ઊંઘ પણ આવી ગઈ. પણ પાછે. મધરાત ખાદ ઊઠયો, બહાર આવ્યા, નીચે ખુલ્લી જગ્યામાં ફરવા લાગ્યા. અમારી પાછળ છવાયેલા પતના ઊંચાણ ભાગ હતા અને તે ઉપર મધ્યાકાશને વટાવી પશ્ચિમલક્ષી ચંદ્રબિંબ જાણે કે લટકતું હતું. અને ચાતરફ શીત રશ્મિએ વરસાવી રહ્યું હતું. સામે વિશાળ ચિ. ૧૬ Jain Education International* For Personal & Private Use Only www.jainelibrary.org .
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy