________________
૨૩૫
આપણા ચિત્તમાં રૂઢ થયેલા ખ્યાલે પણ તેમને સ્પર્યા હોતા નથી. કોઈ ઠેકાણે હસવા જેવો ટુચકે હાથ લાગ્યો તે તે ટુચકાનું પુનરાવર્તન કંઈ સમય સુધી કર્યા જ કરવું, આ તેમને સ્વભાવ છે અને એમાં તેમને નિર્દોષ આનંદ રહેલે છેઆમ વિચારીને તેમને આ બાબતને ઠપકો આપવાનું તે છોડી દીધું, એટલું જ નહિ, પણ પછી તે અમને પણ તેમને ચેપ લાગે અને હું કે અજિતભાઈ બેબી કે બાબાને પૂછવા લાગ્યા કે “કેમ અહીં ગમે છે કે નહિ?” અને તેઓ “હવે એમ જવાબ આપવા લાગ્યાં અને એવી જ રીતે તેમના સદશ પ્રશ્નને અમે પણ મોટું ભારે કરીને, અવાજને ઘોઘરો બનાવીને હવે” એમ જવાબ વાળવા લાગ્યાં.. અને આમ પરસ્પર હસવાનું ઠીક સમય સુધી ચાલ્યા કર્યું. કૌસાનીમાં છેલ્લો દિવસ
જૂન માસની પહેલી તારીખ અને રવિવાર આ અમારા કૌસાનીના નિવાસને છેલ્લો દિવસ હતે. હંમેશાંની માફક આજે પણ ઊગતા સૂર્યનાં મંગળ સુભગ દર્શન સાથે અમારે દૈનિક કાર્યક્રમ શરૂ થશે. અહીં અમે રહ્યાં એ દરમિયાન હિમશિખરોનાં ગણ્યાગાંઠયા દિવસોએ દર્શન થયાં હતાં, પણ પૂર્વાકાશમાં જુદી જુદી કળા ધારણ કરતો સૂર્યોદય નિહાળવાને આનંદ તે અમને હંમેશા પ્રાપ્ત થતું જ હતો. આજના સુધરેલા લેખાતા જીવનમાં મોડા સૂવું અને મોડા ઊઠવું એ લગભગ એક ચાલુ પ્રથા જેવું બની ગયું છે. કુદરતે ગોઠવેલી–ખાસ કરીને આપણા દેશપૂરતી-દિનરાતની રચનાથી આ પ્રથા વિપરીત છે અને પશ્ચિમના દેશોમાંથી ઊતરી આવી છે. આપણાં દિવસ અને રાત સરેરાશ બાર કલાકનાં હેય. છે. દિવસના ઊગવા સાથે દૈનિક પ્રવૃત્તિઓને આભ થાય અને રાત્રીના આગમન સાથે બધી પ્રવૃત્તિઓ સંકેલાવા લાગે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org