SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ધમકાવે તે પ્રગટ રીતે તેવું ટીખળ કરતાં બંધ થાય છે, પણ એકલા પડે ત્યારે તેમનાં આવાં ટીખળો, ઉપહાસો અને નકલે ચાલતા જ હોય છે. આવો એક બીજો પ્રસંગ જણાવું. નૈનીતાલમાં અમે એવરેસ્ટ, હોટેલમાં હતા તે દરમિયાન સવારના ભાગમાં નવ વાગ્યા લગભગ અમે બ્રેકફાસ્ટ (સવારનો નાસ્તો) માટે નીચેના ડાઈનિંગ રૂમમાં જમવા-ખાવાના ઓરડામાં) જતાં અને એક ટેબલ આસપાસ ગોઠવાતાં. બાજુના ટેબલ ઉપર વડેદરા બાજુના એક ડૉકટરનું કુટુંબ પણ ચાનાસ્તા માટે ગોઠવાતું. ડોકટરનાં પત્ની શરીરે જરા ધૂળ હતાં, અવાજ જરા જાડા-ઘોઘરે હતા અને ભાષા હતી ચરોતરી. હોટેલમાં સાથે રહેતાં એકમેકનો પરિચય થયેલ. સવારના નાસ્તા વખતે મળીએ ત્યારે સહજ રીતે એકમેકના ખબર પૂછીએ અને નૈનીતાલ કેવું લાગે છે. ગમે છે કે નહિ, એવા પરસ્પર સવાલ જવાબો ચાલે. આ રીતે વાતવાતમાં ડોકટરનાં પત્નીને મેં પૂછયું : “કેમ, તમને અહીં ગમે છે કે નહિ ?” તેમણે ઘાઘરા અવાજે, જરા લહેકા સાથે, ચોતરી ભાષામાં જવાબ આપ્યો “હવે.” છોકરાંઓએ આ પકડી લીધું અને પછી જ્યારે ભેગાં થાય ત્યારે એકબીજાને પૂછે, “કેમ અહીં ગમે છે કે નહિ ?” અને બીજે મોટું ભારે કરીને જાડા અવાજે જવાબ આપે હવે'; અને પછી બને અને ત્રણ સાથે હોય તો ત્રણે બાળકે ખડખડાટ હસી પડે. આ તેમની મશ્કરીની અમને ખબર પડી ત્યારે આપણી સાથે રહેતાં માણસોની આમ મશ્કરી ન થાય એમ તેમને ખૂબ સમજાવ્યાં અને એટલેથી તેઓ નહિ અટકયાં એટલે ધમકાવ્યાં પણ ખરાં. આમ છતાં પણ “કેમ અહીં ગમે છે કે નહિ ?', “હવે એ તેમની પ્રશ્નોત્તરી ચાલ્યા જ કરી. પણ પછી ધીમે ધીમે વિચાર કરતાં અમને સમજાયું કે આવી બાબતમાં બાળકોને દબડાવવાને કંઈ અર્થ જ નથી. તેઓ કોઈનું જાણું-જોઈને અપમાન કરવા માગતા નથી, તેમ જ સભ્યતાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy