SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ વિચરી રહ્યાં હોઈએ, એવી ગહનતા અને ભવ્યતાનું સંવેદન અનુભવતાં હતાં. એક પછી એક ગામડાંઓ પસાર થતાં હતાં. નીચે નદીની બાજુએ આવેલાં ખેતરમાં પહાડી સ્ત્રીઓ કામ કરી રહી હતી. આ બાજુનાં ખેતરમાં મોટે ભાગે સ્ત્રીઓ જ કામ કરતી દેખાય છે. પુરુષ નોકરી કરે, પટલાઈ કરે, નાનો-મોટો વેપાર કરે, પણ ઘર તેમ જ ખેતીનું કામ મોટા ભાગે સ્ત્રીઓ જ સંભાળે–આવી કઈક આ બાજુની જીવનપ્રથા અથવા તો સમાજવ્યવસ્થા લાગતી હતી. એક એકથી વધારે રળિયામણાં લાગતાં નિસર્ગદોમાંથી પસાર થતાં થતાં જ્યારે સૂર્ય આથમી ચૂક્યો હતો અને આવતી રાત્રિને અંધકાર ચોતરફ વ્યાપી રહ્યો હતો એવા સમયે અમે બાગેશ્વર પહોંચ્યાં. મજૂર પાસે સામાન ઉપડાવીને બાગેશ્વરની બજાર વચ્ચે આવેલા ગાંધી આશ્રમે અમે પહોંચ્યાં. આશ્રમવાળા ભાઈઓ, તેમને અમારા આવવાને ખ્યાલ નહિ રહેવાથી, બહાર ફરવા ગયા હતા. તેથી નીચે ઓટલા ઉપર તેમની અડધો કલાક રાહ જોતા બેસી રહેવું પડ્યું. આખરે તેઓ આવ્યા અને અમને ઉપર આવવા કહ્યું. નીચે ખાદીની દુકાન હતી; ઉપરના માળ ઉપર અમારે રહેવાનું હતું. ઉપર ચડવાની સીડી ભારે કઢંગી અને મોટાં મોટાં પગથિયાંવાળી હતી. દુ:ખતા પગે માંડ માંડ ચડયો. સામાન મૂક્યો. સ્વસ્થ થયા. એટલે ખાવા માટે અમારે ખાણાવળ શોધવાની હતી. તે શોધમાં નીકળતાં વચ્ચે એક ડૉકટરનું દવાખાનું આવ્યું; તેમને પગ બતાવ્યો. તેમણે જોઈ–તપાસીને કહ્યું કે આંગળી ઉપર ભાર લાગ્યો છે, પણ ફેકચર જેવું કાંઈ નથી. એમ કહીને તેમણે આયોડેકસ લગાડીને પાટા બાંધી આપો. ફેકચર જેવું નથી એ જાણીને મનમાં થોડી નચિન્તતા અનુભવી. નજીકના ભજનાલયમાં મળ્યું તે ખાઈ લીધું. પાછાં ગાંધી આશ્રમમાં આવ્યાં. અજવાળ ચિં. ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy