________________
૨૦૮
અમે આશ્રમ સુધી ન જતાં એમ જ પાછા વળ્યાં. બેબીને બોલાવી લીધી. અજિતભાઈ મેના ચિત્ર પૂરું કરી લે ત્યાં સુધી, રાહ જોતા તેની પાસે બેઠા. અમે ગંગાકુટિર પહોંચ્યાં એટલામાં એક બાજુ સૂર્ય આથમવા લાગ્યા અને અંધારું થવા માંડયું; બીજી બાજુએ. આકાશમાં ગાજવીજ શરૂ થઈ ગઈ અને વરસાદનાં ટીપાં ટપકવા લાગ્યાં. વીજળીને ઝબકારો થતાં આ ના પ્રદેશ ઉપર આંખને આંજી નાખે એવો પ્રકાશ ફરી વળવા લાગ્યો. તેની પાછળ તરત જ શરૂ થતા મેઘના કાન ભેદી નાખે એવા કડાકા અને ભડાકા સંભળાવા લાગ્યા. પવન પણ સુસવાટાભેર વાવા લાગ્યો. આમ ગાજવીજ અને મેઘવર્ષાએ આખા ગિરિવિસ્તાર ઉપર જોતજોતામાં પૂરી જમાવટ કરી દીધી. શરૂઆતમાં બાજરી જેવા ચેડા કરા પડેલા, પણ પછી તો અતૂટ ધારાએ વરસાદ વરસવા લાગ્યો. આમ પહાડી. વર્ષાને, તેના ડંકાનિશાન અને લશ્કરી દમામ સાથે, આ પ્રવાસમાં. અમને પહેલે જ અનુભવ . કુદરતે પોતાનું સૌમ્ય સ્વરૂપ છોડીને રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું. શહેરની પોતાની ધમાલમાં અને મ્યુનિસિપલ બત્તીઓના ઝળહળાટ આડે આવી ગાજવીજની અહીં જે અનુભવાય છે તેવી ભવ્યતા તેમ જ ભીષણતા આપણે અનુભવતા નથી. પર્વતમાં તો વાદળના ગડગડાટના પડઘા પડે છે અને આખું બ્રહ્માંડ ગાજી ઊઠતું લાગે છે. વીજળીની સેર આકાશના એક ખૂણે ફૂટે છે, અને તે બીજા ખૂણા સુધી ફેલાતી એની ઝાળમાં જાણે કે બધું કઈ ક્ષણવારમાં ભસ્મીભૂત નહિ થાય ને એવી. બ્રાતિ પેદા કરે છે. કદી કદી વાદળોની પાછળના ભાગમાં વીજળી ઝબકે છે ત્યારે વાદળની આપણી બાજુની ચળકતી કેર એરોપ્લેનમાં બેઠા બેઠા નીચે દેખાતી નદીઓની રૂપેરી પટ્ટી જેવી અથવા તે દેશના નકશામાં આપેલી નદીઓની રેખા જેવી સોહામણી લાગે છે. આમ અમારી તરફ જ્યારે કુદરતનું તાંડવ ચાલી રહ્યું હતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org