________________
૨૦૭
પણ હતે. ચનદાના ગાંધી આશ્રમમાં વિશેષતઃ કંતામણથી માંડીને - વણાટ સુધીની બધી પ્રક્રિયા પૂર્વક કારીગરોને રોકી ગરમ ઊની કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે, તેમ જ વિવિધ ભંડારોની માંગ મુજબ પેક કરીને રવાના કરવામાં આવે છે. સાથે સાથે મધનું પણ અહીં ઠીક પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. કૌસાની ૬૦૦૦ ફીટ - ઊંચું હતું. ચોદા સમુદ્રસપાટીથી લગભગ ૪૦૦૦ ફીટ ઊંચું
છે. આને લીધે અહીંની હવા કૌસાની જેટલી ઠંડી હોતી નથી. ચિનદા આશ્રમના મેનેજર શ્રી મહાત્મારાયજીને અને ઉત્તર પ્રદેશના ગાંધી આશ્રમોના હિસાબ અષક ઓડિટર ગોરખભાઈને અમે અહીં મળ્યા. અમે નૈનીતાલ તથા રાણીખેત હતા ત્યારે ત્યાં પણ ગોરખભાઈ અનુક્રમે એડિટિંગ માટે આવેલા અને અમને મળેલા. આ બન્ને ભાઈઓ ખાદીના જૂના કાર્યકર્તા છે. આશ્રમમાં ચાલતા ઔદ્યોગિક વ્યવસાયની તેમની પાસેથી કેટલીક માહિતી મેળવી ચા પીધા, ત્યાં પેદા થતા મધને પણ આસ્વાદ કીધો અને આશ્રમની બાજુએથી જ પસાર થતી બસમાં બેસીને અંધારું થાય તે પહેલાં અમે કૌસાની પહોંચી ગયા.
કૌસાનીમાં ગાજવીજ અને વરસાદ
બીજે દિવસે સાંજે સાડાચાર વાગ્યા. લગભગ સરલાદેવીના આશ્રમની સાયંપ્રાર્થનામાં ભાગ લેવાના આશયથી અમે ગંગાકુટિરથી નીકળ્યા. બસ સ્ટોપ સુધી પહોંચ્યા બાદ મેના અને તેની બેબી આસપાસનું દૃષ્ય ચીતરવાના આશયથી ચનદા જવાના કેડી–માર્ગ તરફ ગયાં. બાકીન અમે બધાં લક્ષ્મી આશ્રમ તરફ જવા ઊપડ્યાં, પણ જરા ઊંચે ગયાં અને પાછળ નજર કરતાં માલુમ પડ્યું કે આકાશમાં એક બાજુએ વાદળો ઘેરાઈ રહ્યાં છે. આ સ્થિતિમાં ગંગાકુટિર વહેલાં પાછા ફરવું વધારે યોગ્ય લાગ્યું, તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org