________________
આવ્યા હતા, પણ ત્યાં એક પણ રાત નહિ રોકાતાં સીધા અહીં જ આવ્યા હતા. આ ઉપરાંત અહીં પ્રેમ વિદ્યાલય નામની એક જની જાણીતી શિક્ષણ સંસ્થા છે. અહીં ઊની વણાટનું ઉત્તર પ્રદેશની સરકાર હસ્તક ચાલતું કેન્દ્ર કાર્યાલય છે. આવાં કેટલાંક આકર્ષણોના કારણે અમે તાડીખેત ખેંચાઈ આવેલાં. બરાબર એક કે દોઢ વાગ્યે જ્યારે સૂરજ માથા ઉપર ઠીક ઠીક તપતો હતો ત્યારે અમે બસમાંથી ઊતર્યા. આ સ્થળમાં અમે કયાં જવું એને વિચાર કરતા હતાએવામાં બે મિલિટરી ઓફિસરોને જોયા. તેમની પાસે ગયા અને એન. સી. સી. ને કંપ જોવાની અમે તેમની સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી. તેમણે અમને માયાપણાથી આવકાર્યા, અને કંપમાં દાખલ થવાની અને ફરવાની અમારા માટે રજા મેળવી આપી અને એક કેડેટને અમને કંપમાં બધે ફેરવવાની સૂચના સાથે અમારા હવાલે કર્યો. અમે કંપની આખી વ્યવરથી જોઈ આ અમારા માટે નવું દર્શન હતું. ઉત્તર પ્રદેશ બાજુના લગભગ ૪૫૦ વિદ્યાર્થીઓને આ કેપ હતો. આ લેકોનું સામૂહિક જીવન કેવું હોય છે, ખાવાપીવા તથા રહેવાની, રસોડાની તેમ જ પાયખાનાની, લશ્કરી કવાયતની, રમતગમતની, તેમ જ મનોરંજનની કેવી વ્યવસ્થા હોય છે, એ બધી બાબતોને અમને અહીં ફરતાં ફરતાં ખ્યાલ આવ્યો. ખુલ્લી ઢાળ-ળાવવાળી જગ્યામાં નાના તંબુ અથવા તો મંડપ ઉભા કરવામાં આવ્યા હતા. રસોઈ મેટા ભાગે નિરામિષાહારી હતી, કારણ કે આમાંના ઘણાખરા કેડે શાકાહારી હતા. જમવાના ઠેકાણે દોઢેક ફૂટ જેટલી ઊંડી અને સો ફૂટ જેટલી લાંબી નો ગાળે ગાળે બનાવી હતી. એ નીકે વચ્ચે આવેલી ઊંચી જમીનની લાંબી પટ્ટી ઉપર જમવાનાં વાસણ બે લાઈનમાં હારબંધ મુકાય અને નીમાં પોતાના વાસણ રાખીને નીકળી બાજુની ઊંચી પટ્ટી ઉપર વિદ્યાર્થીઓ સામસામા હારબંધ જમવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org