________________
૧૮૫
અને કેડીએ કેડીએ નીચે ઊતરવા લાગ્યા. આ કેડી ગીચ જંગલમાંથી પસાર થતી હતી. મેટા દેવદાર તેમ જ એકનાં ઝાડ જ્યાં ત્યાં નજરે પડતાં હતાં, પણ મોટા ભાગે તે ચીડનાં લેન્ટેશન્સ જોવામાં આવતાં • હતાં. ચીડના દરેક વૃક્ષના થડમાં છિદ્ર પાર્ટીને તેમાંથી ઝરતે ચીકણે રસ ઝીલવા માટે નાનો સરખો માટીને વાલે બાંધવામાં આવે છે. આ રસ તે રેઝીન છે અને તેમાંથી મોટા પ્રમાણમાં ટરપેન્ટાઈન પેદા કરવામાં આવે છે. આવા એકાન્ત-શાન્ત-ગીચ જંગલમાંથી પસાર થવું, દોઢ-બે કલાક સુધી કેડી કેડીએ ચાલ્યા જવું એ અમારા માટે અવન અને એમ છતાં અતિમધુર અનુભવ હતે. સૂર્ય આથમણું દિશાએ નીચે જઈ રહ્યો હતો અને તેને મંદ મંદ પ્રકાશ આખા પ્રદેશને કઈ જુદી જ સૌમ્યતા અર્પણ કરી રહ્યો હતો. પવનની લહરીઓ પણ વહ્યા જ કરતી હતી અને વનપ્રદેશને મુખરિત બનાવતી હતી. વાયુલહરીને આ સરસર કરે મર્મર અવાજ સમુદ્રના દૂરથી આવતા મર્મર અવાજને બહુ જ મળતો હતો અને તેથી રખેને નજીકમાં દરિયો તો નથી ને એવી ભ્રાન્તિ કરાવતા હતા. અમારી મંડળીમાં એ બાજુના ખાદીના કાર્યકર્તા બીજા પણ બે ભાઈઓ હતા. કંઈ કંઈ વિષય ઉપર વાત કરતાં અમે માર્ગ વટાબે જતા હતા. આમ કેટલુંય ચાલ્યા છતાં કેડીનો અન્ત ન આવે અને રાણીખેત દેખાય નહિ ! અમે ભૂલા તો નથી પડયા ને, એમ પણ મનમાં વિચાર આવી ગયે; પણ પર્વતમાર્ગો અને તે પણ અજાણ્યા માર્ગે ધારીએ એ કરતાં હંમેશાં લાંબા લાગે છે અને તેમાં માઈલે બતાવવામાં આવે તે પણ ઘણી વાર બરાબર હોતા નથી. કહેવામાં આવે ત્રણ માઈલ અને નીકળી પડે ચાર કે પાંચ માઈલ! આખરે અમે ખૂબ નીચાણના ભાગ ઉપર આવ્યા અને સામે ઊંચે રાણીખેતનાં દર્શન થયાં. સૂર્ય અમારી રજા લઈ લીધી હતી. સંધ્યા ટાણે જ્યાં અજવાળાને હટાવીને અંધકાર પિતાનું સામ્રાજય જમાવવાની તૈયારી કરી રહ્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org