________________
૧૮૪
કેન્ટોનમેન્ટની રોનકને ઊડતી નજરે કાંઈક ખ્યાલ આવે. ચોપટિયામાં એક મોટે સરકારી બગીચે છે અને ત્યાં તરેહ તરેહનાં ફળઝાડ ઉગાડવામાં આવે છે અને સફરજન, લુમ્સ, અખરોટ, મુસંબી, નાસપતિ, પિર વગેરે ફળ કેમ વધારે દળદાર બને અને તેની જુદી જુદી જાતે કેમ પેદા થાય તેને લગતા પ્રયોગો કરવામાં આવે છે. બગીચાના માળીઓએ અમને આ બધું દેખાડયું અને સમજાવવા પ્રયત્ન કર્યો. પણ આ વિષય અમારી સમજણની બહારનો હોઈને અમે બહુ થોડું ગ્રહણ કરી શકયા. એમ છતાં આવડે મોટો બગીચે, તેમાં તરેહ તરેહનાં ફળવૃક્ષો અને તેમાં કેટલાંક એવાં કે જે આપણે પહેલાં ' કદી જોયાં પણ ન હોય આ બધું જોઈને મન આનંદિત બન્યું.
અમે ચોપટિયા આવવા માટે જે બસમાં આવેલા તે ત્યાંથી અડધેએક માઈલ જઈને વીશેક મિનિટમાં પાછી ફરવાની હતી. એ જ બસમાં પાછા ફરીએ તે અહીં જોવાય શું અને ફરાય શું? અમને એમ કહેવામાં આવ્યું કે ત્યાંથી કેડીના માર્ગે જઈએ તે ત્રણેક માઈલ ચાલતાં રાણીખેત પહોંચી જવાય છે. સાંજનો વખત હતો. ઘડિયાળમાં સવા ચાર વાગ્યા હતા. અજવાળું છતાં રાણીખેત પહોંચ વામાં વાંધો નહિ આવે એમ ધારીને બસથી પાછા ફરવાનો વિચાર માંડી વાળ્યો. બધે ફરતાં અને જોતાં પાંચેક વાગ્યા. અહીંથી પણ દૂર દૂર સુધી નજર જતી હતી અને નાના-મોટા પર્વતની પરંપરા અને તે ઉપરની લીલી હરિયાળી અને વૃક્ષોની હારમાળા આંખનું અનુપમ રંજન કરતી હતી. ચૌપટિયા ગાર્ડન્સથી આગળ ચાલતાં આ વિષયને લગતી સરકારી લેબોરેટરી આવી. અહીં ઝાડપાનને કેરી ખાનારી કેવી જીવાતો થાય છે, અને તેને કેમ અટકાવવી, કેમ નાબૂદ કરવી તેને લગતા, તેમ જ જુદાં જુદાં ફળની જાતને વિકસાવવાને લગતા અનેક પ્રયોગો થતા રહે છે. અને તેના પરિણામે જે શોધે થાય છે તેની દેશભરમાં જાહેરાત કરવામાં આવે છે. તે જોઈને અમે આગળ ચાલ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org