SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ બનતાં મન ખૂબ આનંદમાં હતું. જેને શહેરની સગવડ જોઈતી હાય અને સાથે પૂરી શાન્તિ અને એકાન્ત જોતાં હોય તેના માટે રાણીખેત આદર્શ સ્થળ છે. ૧૮૬૯માં રાણીખેતને હિંદી સૈન્યના અમુક વિભાગતું મથક બનાવવામાં આવ્યું ત્યારથી રાણીખેતનું મહત્ત્વ વધતું જ રહ્યું છે. રાણીખેત સમુદ્રસપાટીથી ૬૦૦૦ ફીટની ઊંચાઈ ઉપર આવેલું છે. પર્યંતના ઉપરના ભાગમાં સારા વિસ્તારમાં પથરાયેલુ રાણીખેત એક સુન્દર ગિરિનગર છે. અહીં ઘણી મોટી જગ્યા લશ્કરની છાવણીએ ફાયેલી છે. રાણીખેત બે વિભાગમાં વહેંચાયેલું છે. એક વિભાગ, જેતે આપણે દેશી લત્તો કહીએ તે છે. અહીં મેાટી લાંબી બજાર છે અને સામાન્ય લેાકેાના ગીચ વસવાટ છે. બીજો કેન્ટોનમેન્ટ વિભાગ, જ્યાં અંગ્રેજી હેાટલા, સિનેમા, મેાટી મેટી શેપા અને નાના-મેટા અનેક બગલાએ આવેલા છે. આ વિભાગ ભારે સ્વચ્છ, સુઘડ અને રાનકદાર છે, પણ બજારથી દોઢએ માઇલ દૂર છે. વચ્ચે લશ્કરી પડાવ છે. બજારની નીચેના ભાગમાં થેાડેક દૂર દુલીખેતના નામથી એળખાતી જગ્યા છે. અહીંં રમતગમત તથા ગા‚ તેમ જ લશ્કરી કવાયત માટે ઘણું મટું મેદાન છે. આખા પ્રદેશ વિપુલ વનરાથી વાયલે છે. ચોટિયા ગાર્ડન્સ અહીં' અમે ૨૨મી તારીખની અપેારે આવ્યા. હાટેલમાં ભેજન કર્યું, આરામ કર્યાં. બજારમાં તેમ જ કૌસાની જવાની સડક ઉપર કેટલેક દૂર સુધી ફરીને પાછા આવ્યા. ખીન્ન દિવસે ત્રણ-ચાર માઈલ દૂર એ જ સડક ઉપર કાલ્કા નામનું ગામ છે ત્યાં સુધી ફરી આવ્યા. અપેારે અમે જ્યાં ઊતર્યા હતાં ત્યાંથી પાંચેક માઈલ દૂર ચોપટિયા નામનું ૬૯૪૦ ફીટ ઊંચે આવેલું એક રમણીય સ્થળ છે. ત્યાં અમે બસમાં બેસીને ગયા. બસ કેન્ટોનમેન્ટના માર્ગે પસાર થાય છે, તેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy