________________
નૌકાઓ આમથી તેમ ડોલતી-વિચરતી નજરે પડે છે. અને તેમાં બેઠેલાં બાળકો, સ્ત્રીઓ અને પુરુષો તેમ જ નવપરણિત યુગલો આનંદકિર્લોલ કરતાં દૃષ્ટિગોચર થાય છે. કોડાઈકેનાલનું સરોવર કદાચ નૈનીતાલ કરતાં વધારે મોટું હશે, પણ તે ઉપરના ભાગમાં આવેલું છે અને આસપાસ બધું ખુલ્યું છે. અહીં ચોતરફ જે પર્વતને ઘેરાવે છે અને તેથી આખા પ્રદેશને એક પ્રકારની સહજ કલ્પનામાં ન આવે એવી ભવ્યતાનો જે એપ મળે છે તે ત્યાં હોવા સંભવ નથી. આમ નૈનીતાલમાં જે સજીવતા, ચેતનમયતા છે, જે ચળક અને ઝળક છે અને આંખોને સદા મુગ્ધ રાખે એવી રોનક છે તે અન્યત્ર છે જ નહિ. અહીં ફલેટ ઉપર સાંજને વખતે કંઈ કંઈ પ્રદેશમાંથી ઉતરી આવેલાં પ્રવાસીઓનાં ટોળેટોળાં જોવા મળે છે. તેમાં મોટા ભાગે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પંજાબનાં હોય છે. આજકાલ અન્ય હિલસ્ટેશને માફક અહીં પણ મુંબઈ અમદાવાદ બાજુના ગુજરાતીઓ ઘણી સારી સંખ્યામાં આવી ચડે છે. તેમને જોઈને સ્વાભાવિક રીતે આત્મીયતાને અનુભવ થાય છે. તેમની સાથે ઓળખાણ કરવામાં કોઈ ઓળખાણ કરાવનારની જરૂર પડતી નથી. તમે ગુજરાતી લાગો છો; ક્યાંથી આવો છો ? એ પ્રશ્ન સાથે ઓળખાણની શરૂઆત થાય છે. અને પછી અડધી કલાકની વાતચીતમાં પરસ્પર પાકી ઓળખાણ થઈ જાય છે. ફેશનેબલ સ્ત્રીઓનું તે અહીં પ્રદર્શન જ ભરાતું હોય એમ કદી કદી લાગે છે. લીપસ્ટીક વિનાની ભાગ્યે જ કોઈ યુવતી દેખાય છે. નવપરણિત યુગલે આવા સ્થળે સારી સંખ્યામાં નજરે પડે છે અને અનેકના આકર્ષણનું નિમિત્ત બને છે. લગ્ન થાય કે તરત જ મોટા શહેરમાં વસતું નવયુગલ, પિતાની સંપત્તિ તથા સગવડ પ્રમાણે, આજકાલ નજીક કે દૂરના હિલસ્ટેશન ઉપર ગયા સિવાય ભાગ્યે જ રહે છે. લગ્ન સમારંભનો અંતિમ વિધિ મોટા ભાગે આ જ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org