SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ છે. લૌકિક ભાષામાં આવાં યુગલોને “હનીમૂનીઆ' તરીકે ઓળખવામાં તેમ જ ઓળખાવવામાં આવે છે. જાણે કે આખી દુનિયા પિતામાં અને પિતાની પ્રિયતમામાં સમાઈ જતી હોય એવી મસ્તીથી તેઓ વિચરતાં–ઊડતાં માલૂમ પડે છે. ભાવી ગમે તે હોય પણ આજે બે ઘડી ભલે તેઓ આનંદમઝા માણી લે અને એકમેકમાં ઓતપ્રોત બનીને ફરી લે એવો ભાવ તેમના વિષે ફુરે છે અને આ તેમની મસ્તી–એકમેકનું અદ્વૈત દાખવતી ખુમારી-ચિરકાળ પર્યત ટકી રહે એવી શુભ કામના તેમના વિશે મન ચિન્તવે છે. ચોતરફ કેવળ આનંદ અને ઉલ્લાસનું માદક વાતાવરણ અનુભવાય છે. ચાલુ જીવનની આશા-નિરાશા, સફળતા-વિફળતા, કમાણી-ખોટ બધું ભૂલીને અહીં અમે કેવળ આનંદ કરવા, મઝા ભાણવા, યથેચ્છ વિચરવા આવ્યાં છીએ, અહીં ચિત્તાની, ઉપાધિની કોઈ વાત ન કરશો. તમે મઝા માણો અને અમને મજા પુરબહારમાં માણવા દો–આવા ઉદ્ગાર સૌ કોઈને મોઢા ઉપર તરવરતા હોય એમ આપણને લાગે છે. કોઈ ગમે તેટલે સોગિયોગંભીર હોય તો પણ તે અહીં આવે તે તેને હળવા થયા સિવાય ચાલે જ નહિ, . વળી, તબિયતને નવી તાજગી આપવામાં અહીંનાં હવામાન ભારે અનુકૂળ છે. નૈનીતાલમાં સૌરાષ્ટ્ર-ગુજરાતની પિષ માસની ટાઢનો ચાલુ અનુભવ થતો હતો. દિવસે પણ ભાગ્યે જ ગરમી લાગે; અને આજે તો ગરમી લાગે છે એમ આપણું મન કહે તે સાથે બે–ચાર કલાકમાં વરસાદ આવ્યો જ હોય, કોઈ પણ સમયે આકાશમાં વાદળાં ચઢી આવે, ગાજવીજ થાય, પાણી વરસવા માંડે. કદી કરા પણ પડી જાય. પણ આ બધું કલાક બે કલાકમાં મોટા ભાગે વીખરાઈ જાય અને પાછું આકાશ બિલોરી કાચ જેવું સ્વચ્છ અને વનસ્પતિ અને પર્વતને લીધે ઘેરા રંગને ધારણ ચિ. ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy