________________
૧૭૫
‘પણું જોયેલ છે. કમનસીબે હજુ કાશ્મીર જવાનું બન્યું નથી; જોકે તેના વિષે ખૂબ ખૂબ સાંભળ્યું છે અને તેને લગતાં ચિ-છબીઓ પણ ખૂબ જોઈ છે. કેડાઈ કેનાલના લોકો ખૂબ વખાણ કરે છે તે જેવું બાકી છે. હિમાલયને બીજો છેડો આસામમાં આવ્યો છે. ત્યાં જવાનો પણ યોગ હજુ ઊભો થયો નથી. જે જોયું છે તેમાં કયું ચડિયાતું અને કયું ઊતરતું એવી તુલના કરવાનો મારે મન બહુ અર્થ નથી. માથેરાન તેમ જ આબુ તે જરૂર નાનાં મથકે છે. એમ છતાં પણ તેની અમુક લાક્ષણિક વિશેષતા છે. બીજા ગિરિમથકોમાં દરેકને પિતપોતાની આગવી વિશેષતા છે. આમ છતાં નિનીતાલ બીજાં બધાં હિલસ્ટેશનેથી અમુક રીતે જુદું પડતું હાઈને આપણું દિલમાં સ્વતંત્ર રીતે આકર્ષણ પેદા કરે છે. સિમલા કે દાર્જીલીંગ ઘણી ઊંચાઈએ આવેલા પર્વતની પીઠ ઉપર તેમ જ બાજુ ઉપર વસેલાં છે અને તેથી વધારે પડતા ખુલ્લા છે અને ત્યાંથી દૂર દૂર સપાટ પ્રદેશે નજરે પડતા હોઈને તે પ્રદેશના સંપર્કથી આપણું મન છૂટી શકતું નથી. નૈનીતાલ ખીણમાં આવેલ છે અને ચારે બાજુએ ઊંચા ઊંચા પર્વતેથી ઘેરાયેલ છે અને મધ્યમાં આવેલા એક વિશાળ, રમ્ય, સ્વચ્છ સરોવર આસપાસ તેની સમગ્ર રચના ઊભી થયેલ છે. આને લીધે કાથગોદામ એટલે કે સપાટ ભૂમિતાલ, ત્યાંથી નૈનીતાલ માત્ર વીસ માઈલના અંતરે આવેલું હોવા છતાં આપણે હિમાલયના ઊંડાણમાં જાણે કે પ્રવેશ કરી ચૂક્યા ન હોઈએ એવી ભ્રાન્તિ મનમાં પેદા થાય છે. અને તેને લીધે આપણા ચિત્ત ઉપર પર્વતીય વાતાવરણ ઘટ્ટપણે જામે છે. વળી, મધ્યમાં સરેવર હોવાના કારણે અને તેની જલલહરીઓમાં ઝાડપાન અને પર્વતો અને પ્રકાશની ભરતી-ઓટના કારણે તેમ જ બદલાતા જતા રંગવાળું આકાશ તેમાં સતત પ્રતિબિંબિત થતું હોઈને આખો દેશ ખૂબ જીવતે લાગે છે. સરેવરમાં કોઈ પણ સમયે સુંદર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org