________________
એમાં એટલું વૈવિધ્ય લાગે છે કે આ વ્યાખ્યાનમાળા પ્રતિવર્ષ પ્રજાહિતના નવ પ્રવાહથી વહેતી જ્ઞાનગંગા જ જોઈ લે! આખું વર્ષ એઓ નવી વ્યાખ્યાનમાળા માટે વક્તાની શોધમાં રહેતા.. નીવડેલા વક્તાઓને ઉંમર, જાતિ, ધર્મ, સંપ્રદાય કશાયના ભેદભાવ વગર તે નેતરતા અને આખું સપ્તાહ વિચારમાધુરીની મનભર લહાણ થતી. પર્યુષણ વ્યાખ્યાનમાળા'ના આ વક્તાઓની સૂચિ. એમના સંબંધના વિસ્તૃત ફલકની ઝાંખી કરાવે છે. સમાજ, ધર્મ, રાજકારણ, સાહિત્ય, એમ વિવિધ ક્ષેત્રોની અગ્રગણ્ય વ્યક્તિઓ : સાથે પરમાનંદભાઈને નિકટને પરિચય, પરંતુ આ પરિચયને એમણે. સ્વાર્થ, સત્તા કે સંપત્તિ સાધવા કયારેય ઉપયોગ કર્યો નહોતો.. અને કદાચ એથી જ એમના સંબંધ સ્થિર અને ચિર રહ્યા હતા. આમ માનવ-પરિચય મેળવવામાં, કેળવવામાં ને કેળવવામાં એ પાવરધા હતા. એકાદ વાર પણ એમના પરિચયમાં આવનાર વ્યકિત એમના પ્રેમાળ વ્યક્તિત્વના ચુંબકમાંથી છટકી શકતી નહિ. કેઈપણ નાની પરંતુ માનવતાથી મહેરતી વ્યક્તિને સામે ચાલીને પણ સંબંધ કેળવવામાં એમને સંકેચ નહિ. આમ એ માનવ હીરાના. સાચા ઝવેરી હતા.
એમના આ સ્વભાવે જ એમને સ્વદેશ-સ્વાતંત્ર્યની ચળવળમાં સક્રિય રીતે ઝંપલાવવા પ્રેર્યા હતા. ગાંધીવિચાર અને આદર્શોથી રંગાઈને એમણે એ લડતમાં ઝંપલાવ્યું. પાંચ પુત્રી અને પત્નીના ઘરસંસારની સકળ જવાબદારી પિતાને શિરે હતી, તેની લેશ પણ દરકાર કર્યા વગર માતૃભૂમિની મુક્તિ કાજે એમણે જેલવાસ પણ સ્વીકાર્યો. લગભગ ૨૫-૧૧-૩૦ થી ૭-૫-૩૧ સુધી થાણામાં અને –૫-૩૨ થી ૮-૧૨-૩૨ સુધી નાસિકમાં એમણે જેલની સજા. ભોગવી. ત્યાં પણ એમણે જીવનસાધના તે ચાલુ જ રાખી. જેલમાં રહ્ય રહે પણ પત્નીને નિરાશ નહિ થવા એમણે પત્ર પાઠવેલ :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org