SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ નહોતી. તેને લીધે બને પગની બાજુએ ખૂબ છોલાયેલું. ત્યારથી ઘોડા ઉપર બેસવાને મને અણગમે. બીજા ઉપાડે એવી ડોળીમાં પણ બેસવું ન ગમે. શરૂઆતમાં થોડું ચાલતાં કે ચડતાં પગ થાકતા. પણ પછી તે અહીંની ઠંડી હવાને લીધે ચાલવા તેમ જ ચડવાની તાકાત ઉત્તરોત્તર વધતી જ ગઈ. અમે લેન્ડઝ એન્ડ અને ડોરથી સીટ ગયેલાં તે કાંઈ નાનું ચક્કર નહોતું. લડિયા કાંટા પણ સાત માઈલનું ચઢાણ–ઉતરાણ હતું. એટલે ચીના પીક પગે ચાલીને ચઢવા-ઊતરવાની તાકાત તેમ જ વિશ્વાસ તો અમારામાં આવી ગયાં હતાં. અને બે દિવસ વધારે રોકાયાં હેત તે અમે ચીના પાક ગયા વગર ન જ રહ્યાં હતા. પણ આગળ હજુ અમારે ઘણું ફરવું હતું. તેથી નક્કી કરેલા પ્રોગ્રામમાં ફેરફાર કરવા મન વધ્યું નહિ, નૈનીતાલમાં ગવર્મેન્ટ હાઉસ ઠીક ઠીક ઊંચાઈએ એક બાજુના છેડે આવેલું છે. તે બહુ જોવા જેવું ગણાય છે. તે પણ અમે જેવા જઈ ન શકયા. પણ તે ન જોવાયાને મનમાં કશો વસવસો ન રહ્યો. જ્યારે ચીના પીક ન જવાયું તે હજુ પણ મનમાં ખટકે છે. ગવર્મેન્ટ હાઉસ એટલે માણસે ઊભી કરેલી ઇમારત-બાદશાહી ઠાઠમાઠ અને વૈભવ વિલાસનું મહાલય; અંગ્રેજી હકુમત દરમિયાન લાખોના ખરચે ઊભી કરવામાં આવેલી એક રચના. કુદરતની અપાર સૌન્દર્યલીલા જ્યાં વિસ્તરી રહી છે ત્યાં માણસે ઊભી કરેલી આ રોનક જોવાનું કોઈ ખાસ આકર્ષણ મનમાં પેદા ન થયું. નૈનીતાલ વિષે પુરાણી દંતકથાઓ નૈનીતાલ આપણે છીએ તે પહેલાં નૈનીતાલ વિષે પ્રચલિત પૌરાણિક કથાઓ, લોકેના માટે ચાલી આવેલી કિંવદંતીઓ અને અદ્યતન નિર્માણને લગતી ઐતિહાસિક વિગતે જાણી લઈએ. કંઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy