________________
પંપાળતાં દરેકનું નામ લઈ દઈને મેરે બેટે', “મેરી અમ્મા ” કહી કહીને રોગની સારવાર અંગે સૂચના-શિખામણ આપતા એમને જેવા એ દેવતાઈ દશ્ય ખરેખર માણસમાં ધન્યતાની લાગણી જન્માવે. દાક્તર માયાદાસ નૈનીતાલમાં “દેવતા આદમી” તરીકે ઓળખાય. છે. વર્ષોથી પિતે હરિજન સેવક સંઘના સભ્ય અને સ્થાનિક પ્રમુખ છે.
ફરજંદમાં દેવના દીધેલ બે દીકરા. બેઉને ભણાવી ગણાવી પાવરધા કર્યા. મોટો વિમાની. ના નેવી (દરિયાઈ બેડા)માં. બેઉ હોંશિયાર, સંસ્કારી. પણ મોટાની જોડે ઊભી શકે એવો જુવાન નૈનીતાલમાં ન જડે. .
પણ સંસારમાં સાધુસતિયા સજજનને કપાળે કિરતારે દુઃખ લખી મૂકયું છે. ૧૯૪૯ની સાલ. રાતના ૯ વાગે દાક્તર ઘરમાં બેઠા રેડિયે પર સમાચાર સાંભળે છે. સાંભળ્યું, આગ્રા નજીક વિમાન તૂટયું. પાઈલટ હરિશ્ચન્દ્ર ભાયાદાસ મરણ પામ્યા, એ જણાવતાં સરકારને ખેદ થાય છે. નજીકનાં આત્મજનોને ખબર આપવામાં આવી છે. આવી ખબર વિષે શિરસ્ત હોય છે તેમ ખબરો બે વખત દોહરાવવામાં આવી હતી. સાંભળ્યું ને સમસમી રહ્યા. ઘરમાં બે જણઃ દીકરાની માં ને પોતે. બાઈ વર્ષોથી મગજનાં નબળાં. બાઈ ઉપર રહે, પિતે નીચે. નહિ તે દીકરાની માને કોણ કહી શકે કે બાઈ તારે દૂધમલ જેધમલ ફાટી પડયો ? ડૂમો દાબી, બેઉ હાથે જિગર ઝાલી આખી રાત રેડિયો આગળ જ સૂનમૂન બેસી રહ્યા. ડૂસકુંય ન ભર્યું, માળે બાઈ સાંભળે ને નીચે આવીને પૂછે કે શું છે તે ?
સવારે શહેરમાં કશાક દિનની ઉજવણી, સ્થાનિક કોંગ્રેસી આગેવાન અને સ્વયં સેવકદળને શહેર-સફાઈ પ્રોગ્રામ. સવારનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org