________________
'વિસ્મય પણ થયું. આવા દૂરના પ્રદેશમાં કોઈ વ્યક્તિ આપણી ભાષામાં બોલનાર મળે તે આપણને સહજ આનંદ થાય એ સ્વાભાવિક છે. પણ આ બાજુએ વસતાં જયંતીબહેન ગુજરાતી ભાષામાં અને તે પણ આટલી સ્વાભાવિક રીતે શી રોતે બેલી શકે? આ એક અમારા માટે ભારે વિસ્મયનો વિષય બન્યો. આ સંબંધે તેમને પૂછતાં માલૂમ પડ્યું કે તેઓ મૂળ તે આરાનાં, પણ તેમના પિતા વર્ષો પહેલાં રાજકોટમાં રાજકુમાર કોલેજમાં અધ્યાપક હતા, અને ત્યાંથી નિવૃત્ત થયા બાદ સૌરાષ્ટ્રનાં નાનાં દેશી રાજ્યોમાં તેમણે વર્ષો સુધી દીવાનગીરી કરેલી અને જયંતીબહેનને તેમ જ તેમની બીજી બહેનને જન્મ તથા ઉછેર સૌરાષ્ટ્રમાં જ થયેલું. એટલે ગુજરાતી ભાષા ઉપર તેમને આટલું બધું પ્રભુત્વ હેય તે સ્વાભાવિક છે. તેમના પિતાનું કેવા સંગમાં અવસાન થયું, કુટુંબની આર્થિક દૃષ્ટિએ કેવી ભારે કફોડી સ્થિતિ ઊભી થઈ અને આગળ જતાં ડો. પત્ત સાથે લગ્ન કરવાને કેવી રીતે યોગ પ્રાપ્ત થયો–આ બધી વાતે, જાણે કે અમે તેમનાં સ્વજન જ હોઈએ એવી નિખાલસતાથી, તેમણે અમને જણાવી, અને અમે પણ તેમના વિષે એવી જ આત્મીયતા અનુભવી. ડે. પત પણ એટલા જ માયાળું, હસમુખા અને મિલનસાર આદમી લાગ્યા. તે બનેએ અમારું આતિથ્ય કર્યું અને રાત રહી જવાને ખૂબ આગ્રહ કર્યો અને બીજે દિવસે તેમના બંગલામાંથી હિમશિખરો જરૂર દેખાશે એવી અમને આશા અથવા તો લાલચ આપી. પહેલાંથી એવો કાંઈક ખ્યાલ કરીને રાત્રિના રહેવા માટે જરૂરી કપડાં વગેરે સાથે લીધાં હેત અથવા તે અમારી હોટેલમાં એ મુજબની કાંઈક સૂચના આપીને નીકળ્યાં હોત તો અમે જરૂર રોકાઈ જાત. આવી તેમની અમે માયા અનુભવી, પણ પ્રસ્તુત સંયોગમાં રોકાવાનું અમારા માટે શકય નહોતું. અમારી વાતચીત દરમિયાન જયંતીબહેન કાયિાવામાં ગાળેલા પોતાના બાલજીવનને ખૂબ યાદ કરતાં હતાં અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org