SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ અમારી ઇચ્છા હતી અને ખીજું કાંઈ જોવા જેવું હેાય તે જોઈ લેવુ` હતુ`. આમ હાવાથી કમને અમે ત્યાંથી અમારાં પગલાં ઉપાડયાં. મેનાએ પોતાનુ... ચિત્રપટ સ`કેલી લીધુ. અને કેાઈ ઊંડી અનુભૂતિ થઈ હાય એવા સવેદનપૂર્વક અમે નીચે ઊતર્યાં.... અરે મેના, તું અહીં કયાંથી ? અમારી મેના ચિત્રકલાના અભ્યાસ માટે ૧૯૩૭ થી ૧૯૪૨ સુધી શાન્તિનિકેતનમાં રહી હતી. ગુરુદેવ ટાગોર એ વખતે વિત હતા. કલાગુરુ નંદલાલ બેઝ મેનાના ગુરુ હતા. એ વર્ષા દરમિયાન આલ્ગેારા બાજુનાં જ એક બહેન શાન્તિનિકેતનમાં વસતાં હતાં. ભાષાસાહિત્ય તેમના ખાસ વિષય હતા અને ત્યાં પાતે શીખતાં હતાં, તેમ જ અન્યને શીખવતાં હતાં. અનેક ભાષામાં તેમણે પ્રાવિણ્ય મેળવ્યું હતું. તેમનું એ વખતનુ નામ જયંતીબહેન જોષી હતુ . તેઓ ચેડાંક વર્ષ પહેલાં ડે. કૃષ્ણચંદ્ર પન્તને પરણ્યાં છે અને મુકતેશ્વરમાં રહે છે એમ અમને ગંગાબહેને અને તેમની પુત્રી સ્નેહલતાએ ખબર આપેલા. શાન્તિનિકેતન છેડયાંને મેનાને ૧૬ વર્ષ થવા આવ્યાં. આજે તે મેનાને એળખે કે ન પણ એળખે એવા વિચારથી ત્યાં જતાં મેનાનું મન જરા ખચકાતુ' હતું. એમ છતાં પૂર્વાંકાળની સહાખ્યાયિતને મળવા માટે તેનું મન ખૂબ ઉત્સુક હતું. અમે પણ અજાણ્યા પ્રદેશમાં નવા દેઈ પરિચયને શોધતાં હતાં. ડા. પન્ત મુકતેશ્વરમાં આવેલ હોસ્પિટલમાં મુખ્ય ડેાકટર તરીકે કામ કરતા હતા, અને તપાસ કરતાં જે ટેકરીની ટાય ઉપર અમે બે કલાક ગાળ્યા હતા તેની બાજુએ નજીકમાં જ તેઓ રહેતા હતા એમ અમને માલૂમ પડ્યું. અમે તેમના બંગલા સમીપ ગયા અને તેમના કાઈ માણસને અમારા આવ્યાના સમાચાર આપવા અમે કહ્યુ.. કાણ આવ્યું છે એ જોવા માટે જયંતીબહેન બહાર આવ્યાં અને મેનાંને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy