________________
૧૪૮
એક અતિ ઊંચાણવાળા શિખર ઉપર લઈ જતી કેડી ચાલુ માર્ગથી છૂટી પડે છે તે ઉપર અમે ચાલવા લાગ્યાં અને ઊંચે ચઢવા લાગ્યાં. ધાર્યા કરતાં રસ્તે ઘણે લાંબે નીકળ્યો અને અમારી ધીરજ તેમ જ પગની ઠીક ઠીક કસોટી થઈ ડેરાથી સીટ’ પહોંચીએ તેની નજીકમાં આસપાસની ઝાડી વચ્ચે એક નાની સરખી જગ્યા આવે છે તેને ટીફીન ટીપ' કહે છે. આ જગ્યાને “ટીફીન ટોપ' એટલા માટે કહે છે કે આ જગ્યાએ પ્રવાસીઓ ખાવા-પીવાનું લઈને સવારના ભાગમાં આવે છે અને દિવસને મોટો ભાગ પસાર કરે છે. ટીફીન રોપથી કેટલુંક આગળ ચાલ્યાં અને ડેરીથી સીટ નામના પર્વતશિખર સમીપ જઈ પહોંચ્યાં. આ શિખરની ઊંચાઈ ૭પર૦ ફીટ છે. આ સ્થળ ડોરોથી નામની એક અંગ્રેજી બાઈને નામ સાથે જોડાયેલું છે. એ બાઈને આ સ્થળ અત્યંત પ્રિય હતું અને અહીં અનેક વાર તે આવતી અને આસપાસનું દશ્ય આનંદમુગ્ધ ભાવે નીહાળ્યા કરતી. તે આ બાજુ નોકરી કરતા બ્રિગેડિયર કેલેટની પત્ની હતી. એ બાઈનું અહીંથી હવાઈ વિમાનમાં વિલાયત જતાં અને તે વિમાન તૂટી પડતાં મૃત્યુ નીપજેલું. તેના સ્મરણમાં બ્રિગેડિયર કેલેટે અહીં વિશ–પચ્ચીસ માણસે આસાનીથી બેસી શકે એવી ફરતી રેલીંગવાળી બેઠક કરાવી છે, જેને “ડેરીથી સીટ” નામ આપવામાં આવ્યું છે. અહીંથી આપણી આંખો વિસ્મયમુગ્ધ બને એવું ભવ્ય દશ્ય જોવા મળે છે. શેરકા દંડા, શેર વુડ, મિશન સ્કૂલે, ગવર્મેન્ટ હાઉસ, ઉપર નીચેનાં સંખ્યાબંધ મકાને, ગોલ્ફ રમવાનું મેદાન, નીચે નૈનીતાલનું વિશાળ સરોવર, સામે ચીના પીક સ્નો વ્યુ, બિરલા વિદ્યામંદિર, લડિયા કાંટા અને તેની પણ પેલે પારની પર્વતમાળા નજરે પડે છે. હિમાલયની ભવ્યતાનું અહી અમને પ્રથમ દર્શન થયું. અહીંથી ખસવું ગમતું નહોતું. પણ ઘડિયાળને કાંટો બારને-સાડાબારને વટાવીને આગળ દોડી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org