SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ બીજે દિવસે બપોરે ભોજન કરીને આરામ કરતા હતા એવામાં અજિતભાઈ મુંબઈથી અઢી-ત્રણ વાગ્યા લગભગ આવી પહોંચ્યા. તેમના આવવા સાથે નૈનીતાલમાં બાકી રહેલી જગ્યાઓ તેમ જ નજીકદૂરનાં સ્થળોએ જવાનો કાર્યક્રમ અમે ઘડવા લાગ્યા. બીજે દિવસે સવારે તૈયાર થઈને નવ-સાડાનવ વાગ્યે લગભગ નીકળ્યાં. ફલેટ ઉપર આવેલા એક વિશાળ મકાનમાં ઉત્તર પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ કેટલો થયો છે તેનો ખ્યાલ આપતું એક નાનું સરખું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. ત્યાં એવી કેટલીયે વસ્તુઓ હતી જે ચારપાંચ વર્ષ પહેલાં પરદેશથી મંગાવવી પડતી હતી, પણ હવે જે આપણા દેશમાં બનવા લાગી હતી. આ જોઈને આઝાદી પ્રાપ્ત થયા બાદ દેશે કરેલી ઔદ્યોગિક પ્રગતિની કાંઈક ઝાંખી થઈ અને ભાવિ ઉત્કર્ષ વિષેની શ્રદ્ધા વધારે સુદઢ થઈ. પ્રદર્શન પતાવીને “લેન્ડઝ એન્ડ” નામનું એક પિઈન્ટ છે તે તરફ અમે આરહણ શરૂ કર્યું. કેટલુંક ચઢાણ પતાવ્યા બાદ મોટી સડક ઉપરથી અમે બ્રાઈડલ પાથ ઉપર ચાલવા લાગ્યા. બ્રાઈડલ પાથ” એટલે પાકી સડક નહિ તેમ સાંકડી કેડી નહિ. એ રરતો કે જેના ઉપર ઘોડેરવારે આમ તેમ જઈ શકે. આ રસ્તા ઉપર એક-દોઢ માઈલ લગભગ સીધી કેડી ઉપર ચાલતાં એક એવો આગળ પડતો ખૂણે આવ્યું કે જે જાણે કે પર્વતનો છેડા જ ન હોય, એ આપણને ભાસ થાય. આને “લેન્ડઝ એન્ડ . પિઈન્ટ” કહેવામાં આવે છે. આની ઊંચાઈ ૬૯૫૦ ફીટ છે. આ સ્થળે પહોંચતાં નીચે ખીણ અને તેની આગળ વિશાળ પ્રદેશને આવરી લેતું ભવ્ય દૃશ્ય આપણી નજર સામે આવીને ઊભું રહે . છે. દર નીચાણમાં એક સરોવર દેખાય છે, જેને “ખુરપા તાલ’ : કહે છે. ખુરપા સ્થળનું નામ છે. તાલ એટલે સરેવર. અહીં થોડો વખત ભીને પાછાં ફર્યા અને થોડે આગળ “ડેરીથી સીટ ” નામની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy