________________
૧૪૩
આ ગંગાબહેનને મળવાથી અમને ખૂબ આનંદ થયેા. તેમની સાદાઈ, સરળતા, પવિત્રતા, ભક્તિમયતા અને સેવાનિમગ્નતા જોઈ ને અમારા દિલમાં તેમના વિષે ઊંડા આદર પેદા થયે. ગંગાબહેનનું ઘર આજે એક માટું સામાજિક કેન્દ્ર બની ગયું છે. અનેક પ્રજાસેવાને, ખાદીપ્રચારકેાને, ભૂદાન કાર્યકર્તાઓને તેમને ત્યાં આશ્રય મળે છે. દાદા ધર્માધિકારી કે વિમલાતાઈ નૈનીતાલ આવવાનાં છે એમ ખબર પડે અને પૂછીએ કે તેઓ કયાં ઊતરવાનાં છે તે! જવાબ મળે કે ગંગાબહેનને ત્યાં. આમ બહારના જાણીતા કાર્યકર્તાઓ અને પ્રજાસેવા માટે ગંગાબડૅનનું ગૃડકાર હંમેશને માટે ખુલ્લું છે.
<
તેમને બે દીકરાઓ છે, જે એન્જિનિયર છે અને જીવનમાં સારી રીતે ગોઠવાયેલા છે. તેમને એક દીકરી પણ છે. તેનું નામ કુમારી સ્નેહલતા. તે એમ.એ., ખી. ટી. થયેલી છે, અને આલ્મારામાં એક છોકરીઓની કૉલેજમાં વાઈસ પ્રિન્સીપાલ તરીકે કામ કરે છે. તે બહેનને પણ ગંગાબહેનને ત્યાં મળવાનું બનેલું. તે બહેન એકલી, એક વિશ્વાસુ તાકર સાથે, બદ્રીનાથ તથા કેદારનાથની યાત્રાએ જઈ રહી હતી. ગંગાબહેન કહે કે આ સ્નેહલતાને સમજાવા ને, તે બદ્રીકેદાર એકલી જવાની હુડ કરી રહી છે ! આખરે માનેા જીવ ને ? તેને આમ એકલી જવા દેવા કેમ તૈયાર થાય ? પણ જો માની સમજાવી ન સમજે તે અમે તેને સમજાવનાર કે રેશકનાર કેણુ ? અને તેમાં આ તેા વળી modern girl. આજની કન્યામાં જે સાહસ, પુરુપા અને મનસ્વિતા દેખાય છે, તે આગળના સમયની કન્યામાં ભાગ્યે જ જોવામાં આવતાં. તેણે ધાર્યુ કે જવું છે તે પછી જવાની જ. તેણે ધાર્યું કે અમુક કામ કરવું છે તો તે કરવાનો જ. આ આત્મવિશ્વાસ અને નિશ્ચયબળ ભૂતકાળની આપણો બહેનેામાં ભાગ્યે
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org