________________
૧૪૨
- તેમના પતિ નૈનીતાલમાં સિવિલ સર્જન હતા, જેમને કેટલાંક વર્ષ પહેલાં દેહાન્ત થયા હતા. તેમના પિતા એક ભક્તપુરુષ છે. આજે તેઓ અતિવૃદ્ધ છે, સાંભળવામાં તેમને ઘણી તકલીફ પડે છે. કેટલાક સમયથી તેઓ પિતાની પુત્રી ગંગાબહેન સાથે રહે છે. - “આનંદનિવાસ” ગંગાબહેનનું પિતાનું જ મકાન છે અને તેના
ભાડા ઉપર તેમના આતિથ્યપરાયણ ગૃહજીવનનો નિર્વાહ થાય છે. તેઓ કેગ્રેસના એક જૂના-જાણીતાં કાર્યકર છે. તેમની પ્રવૃત્તિનો વિશેષ ઝોક રચનાત્મક કાર્ય તરફ રહ્યો છે. આજના કોંગ્રેસી કાર્ય કરે માં જે સત્તાલેલુપતા, રહેણીકરણીમાં સૂવાળાપણું અને કેટલેક ઠેકાણે નૈતિક અધઃપતન જોવામાં આવે છે, તેથી તેઓ અત્યન્ત ખિન્ન છે અને પક્ષીનિરપેક્ષ બનીને બને તેટલી સમાજસેવા કરવી એ તેમનું હાલનું વલણ અથવા તો જીવનલક્ષ્ય છે. આજે હંમેશાં તેઓ સરકારી ઇસ્પિતાલમાં સારો એવો સમય ગાળે છે અને ત્યાંના દરદીઓનીખાસ કરીને સ્ત્રીદરદીઓની–અગવડો દૂર કરવામાં, જરૂરી ચીજવસ્તુઓ તથા આર્થિક મદદો મેળવી આપવામાં અને બીજી પણ અનેક રીતે ઉપયોગી થવામાં જીવનની કૃતાર્થતા માને છે. તેમના ભાઈઓ ઉત્તર પ્રદેશની સરકારમાં મોટા મોટા હોદ્દાઓ ધરાવે છે. નૈનીતાલ ઉત્તર પ્રદેશનું એક મહત્ત્વનું શિક્ષણકેન્દ્ર હોઈને તેઓ અભ્યાસ કરતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વર્ષો સુધી ઘરમાં રાખી એક પ્રકારનું ખાનગી છાત્રાલય ચલાવતા હતા. આમાં નાતજાતને કશો ભેદ કરવામાં આવતું નહોતું. યુરોપિયન છોકરાઓને પણ પિતાને ત્યાં તેઓ રાખતા. નૈનીતાલની ઉત્તરે આવેલા કૌસાની ગામમાં “કસ્તુરબા મહિલા ઉત્થાન મંડળ” નામની એક સંસ્થા સરલાદેવી નામની એક યુરોપિયન મહિલા ચલાવે છે (જેને આગળ ઉપર ઉલ્લેખ કરવામાં આવશે), તે મંડળ- ના તેઓ પ્રમુખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org