________________
૧૪૧
તેમ જ સ ંસ્કૃતમાં તેએ એમ. એ. થયાં છે અને બન્ને ભાષામાં તે પી. એચડી.ની ડિગ્રી મેળવવાના મનેારથ સેવે છે. તેમને ચાર પુત્રી છે અને તે બધી તૈનીતાલમાં ભણે છે. એમના કુટુંબ ની મહેમાનગતી આખા નૈનીતાલમાં જાણીતી છે. તેમણે અમારું ભાવભર્યું આતિથ્ય કર્યુ. તેમનામાં રહેલી ઊંડી સંસ્કારિતા અને ઉચ્ચ કાટિની સભ્યતા જોઈને અમારુ દિલ ખૂબ પ્રસન્ન થયું.
બીજે દિવસે સાંજે અમે તેમના પતિ ડૉ. કાયરને પણ . મળ્યા. તેઓ પણ સ્વભાવે અતિ નમ્ર અને મિલનસાર લાગ્યા. જૂની હિન્દી, સ ંસ્કૃત તેમ જ પ્રાકૃતના તેઓ પ્રખર વિદ્વાન અને સાધક છે. તે મૂળ પંજાબના પણ હાલ લખનૌના રહીશ ગણાય. તેમના પિતા એક્ઝીકયુટીવ એન્જિનિયર હતા. નૈનીતાલમાં તેઓ એક બહુ જાણીતી વ્યક્તિ છે. આ વિદ્રાન દંપતીને પરિચય પામીને આનંદ તથા સ ંતાપ અનુભવ્યા. અમારા નૈનીતાલના ખાર દિવસના વસવાટ દરમિયાન તેમને પછી એ–ત્રણ વાર મળવાનું બનેલું.
સેવામૂર્તિ ગંગાબહેન જોષીને પરિચય
નૈનીતાલમાં મળવા જેવી એક વિશેષ વ્યક્તિ ગંગાબહેન કરીને છે એમ મારા મિત્ર ભાઈ નવનીતલાલ પરીખે મને કહેલું. આ બહેન કયાં રહે છે એ વિષે પૂછતાં કોચાર સાહેબે જણાવ્યું કે તેઓ અમારી હાટેલની બાજુએ આવેલા આનંદનિવાસ ’માં જ રહે છે, એમ કહીને ગંગાબહેન સાથે અમારી એળખાણ કરાવવા તેઓ પાતે જ અમારી હાટેલ ઉપર આવ્યા અને અમને ગંગાબહેનને ત્યાં લઈ ગયાં.
ગંગાબહેન આધેડ ઉમ્મરનાં બહુ જાણીતાં સમાજસેવિકા છે.
Jain Education International
'
For Personal & Private Use Only
www.jainelibrary.org