________________
ગાઢ સંબંધ હતો અને અમે પણ તેમનું નામ આગળ કરીને ડો. કચરને મળવા ગયેલાં. ડે. કેચર તે કઈ વૈદ્ય કે ડોકટર નથી, પણ હિંદી ભાષા-સાહિત્યના પી. એચડી. છે અને તેમના નામ આગળ ડૉક્ટર શબ્દ મૂકવામાં આવે છે. અમે તલ્લીતાલમાં આવેલ તેમના બંગલે પહોંચ્યાં. પૂછતાં માલૂમ પડયું કે ડેટર સાહેબ બહાર ગયા છે, એટલે અમે પાછા ફરવાને વિચાર કરતા હતા. એવામાં એમનાં પત્નીએ અમને ખૂબ વિનીતભાવે કહ્યું કે “ડોકટર સાહેબ નથી, પણ હું તો છું ને? આપ અંદર જરૂર પધારો.” તેમના આવા મધુર આવકારથી આનંદિત બનીને અમે અંદર ગયાં.
ડોકટર સાહેબનાં પત્નીનું નામ શાન્તાબહેન. તેમણે અમે કયાંથી આવ્યાં છીએ, અહીં ક્યાં ઊતર્યા છીએ, કેટલું રહેવાનાં છીએ વગેરે અમારા ખબર પૂછયા. સ્વામી આનંદ સાથેના લગભગ ૪૮ વર્ષ જૂના મારા સંબંધને તેમને ખ્યાલ આપીને અમારે પિતાને તેમને વિગતવાર પરિચય આપ્યો. અમારી અને તેમની વચ્ચેનું અજાણ્યાપણાનું અંતર તેડી નાખવા માટે સ્વામી આનંદનું નામ પૂરતું હતું. પછી તો તેમણે પણ પિતાની અમને વિશેષ ઓળખ કરાવી, જે ઉપરથી માલૂમ પડયું કે તેઓ જાલંધર ગુરુકુળનાં સ્નાતિકા છે, અને કોઈ એક શ્રીમાન શીખ કોન્ટેકટરનાં પુત્રી છે. તેમના વિષે સ્વામી આનંદ સાથે વાત નીકળતાં વિશેષ જાણ્યું કે કોઈ શ્રીમંત શીખ કુટુંબના નબીરા સાથે તેમની સગાઈ થયેલી, પણ તે સગાઈ પિતા પાસે હઠ કરીને તોડાવી નાંખેલી અને પછી પિતાની પસંદગીના ગરીબ છતાં વિદ્વાન એવા ડોકટર કચાર સાથે તેમણે લગ્ન કરેલું. હિન્દી તથા સંસ્કૃત બને ભાષામાં તેઓ નિપુણતા ધરાવે છે, હિન્દીમાં સારાં લેખિકા છે, અને આજની સાહિત્યપ્રવૃત્તિમાં તેઓ ઊડે રસ ધરાવે છે. લગ્ન પછી હિંદીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org