________________
૧૩૧
અમદાવાદ,
તા. ૯-૧૦-૩૩ ભાઈ પરમાનંદ,
તમારે કાગળ મળ્યો છે. તમે તથા તમારા મિત્ર સુખેથી આવજો ને આશ્રમમાં રહેજે. સાથે પથારી, થાળી, વાડકો તથા લોટ લાવશે તે વધારે સગવડ પડશે. મને ભાઈ વીરચંદે પણ તમારી મતલબનો કાગળ લખ્યો છે.
મોહનદાસ ગાંધી
ભાઈ પરમાનંદ,
તમારો કાગળ મળે. સંદેશ મોકલ્યો છે. દેવદાસ વિ. ને ત્યાં મોકલવા એ પ્રજાને વખત ચરવા જેવું છે. રજપૂત પરિષદમાં મેકલવું અનિવાર્ય હેવાથી મોકલું છું. તમે બધાં આડંબર વિના એકઠાં થઈ થાય તે કરે. તમે કહ્યા છે તે બધા સડાઓથી હું વાકેફ છું. તેની ચાવી મારા સંદેશામાં છે. તમારા આગલા કાગળના એક બીજા ભાગને ઉત્તર હવે તે નવજીવનમાં જોશો.
મોહનદાસ.
તા. ૭–૧–૪૫ ભાઈ પરમાનંદ,
આ તો માત્ર તમને આશીર્વાદ રૂપે છે. હું ખરખરે નહીં કરું. પિતાજી શરીરરહિત થયા એટલે વ્યાપક થયા એમાં રડવું શું ?
બાપુના આશીર્વાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org