________________
૧૨૯
કૂવા તરફ દોડે, હદ કરતાં વધારે ખાવા માંગે, તાવ હોય છતાં ભજિયાં પૂરી માંગે તે આવી એક પણ ઇચ્છાને આપણે વશ ન થઈએ. તેમ જ નૈતિક વસ્તુઓનું.
મોહનદાસના વં. મા.
યેરવડા સે. જેલ,
તા. ૮-૧-૧૯૩૩ ભાઈશ્રી પરમાનંદ,
કાકાસાહેબ ઉપરનો તમારો કાગળ જોયો. ગુવાયુરની વાત તમારા વાકયમાં જ પડેલી છે. તમે કહો છો કે પ્રધાનમંડળને ઠરાવ પાછો ખેંચાયો તેમાંથી એ ફણગો ફૂટયો અને એ અક્ષરશઃ સાચું છે. હું જ્યારથી હિન્દુસ્તાનમાં આવ્યો છું ત્યારથી લોકોને પ્રતિજ્ઞાનું મૂલ્ય સમજાવતો આવ્યો છું, પણ, જોઉં છું કે, તમારા જેવાને પણ એ વાત સહજ નથી થઈ. એ ઠરાવ પાછો ખેંચાતી વખતે પ્રજાને નામે માલવીયાજી જેવા મહાપુરુષની સરદારી નીચે પ્રતિજ્ઞા થઈ; એ પ્રતિજ્ઞા-પાલનને એક ક્ષણને સારુ પણ રસળતું મુકાય અને સ્વરાજ લેવાય એ બને કે ? જેટલી ઉતાવળ ઠરાવ ખેંચાવવાને સારુ કરવી પડી તેનાથી વધારે ઉતાવળ, મારી દષ્ટિએ અસ્પૃશ્યતા નાબૂદ કરાવવા જોઈએ. પછી ભલે એને વખત જાય, પણ એ પ્રવૃત્તિની ગતિ ઠરાવ ખેંચવાની પ્રવૃત્તિના કરતાં વધારે હેવી જોઈએ. સ્વરાજ્યને તમે આનાથી ભિન્ન કેમ માનો છો ? સ્વરાજ્ય એ એક સીધો સળિયો નથી, પણ વટવક્ષના જેવું છે. એને ઘણી ડાળીઓ છે. અને એક એક ડાળી મૂળ થડની સાથે હરીફાઈ કરનારી છે. જેને પિષે તેથી આખા વૃક્ષને પોષણ મળે. તેને કયારે પિવી એ કઈ ઠરાવી નથી શકતું. એ કામ સમય કર્યા કરે છે. ચિં. ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org