________________
૧૨૮
ઉપર રચાયેલો હોઈને આવી પરિસ્થિતિને પ્રશ્ન વધારે વિકટ અને કોમળ બને છે. આ વિષયમાં શું કર્તવ્ય અને શું અકર્તવ્ય તે જણાવશે.
લિ. સેવક પરમાનંદના પ્રણામ.
આશ્રમ સાબરમતી,
અષાઢ સુદ ૧૦, મંગળવાર. ભાઈશ્રી પરમાનંદ, - તમારી પત્ર મળે. શબ્દાર્થ વિષે તમારી દલીલ હું સમજુ છું, અને તેની કિંમત પણ જાણું છું. અનેક અર્થમાં એક જ શબ્દ વપરાય એથી ઘણીયે ગેરસમજ ઊભી થાય છે. પણ મારા લખાણને ભાવાર્થ સમજવામાં મુશ્કેલી આવે એવું નથી એમ મેં માન્યું છે.
મધુરી વિષે વાંક તમારે હું ગયું. આપણાં છોકરાંઓને આપણે એક વાતાવરણમાં મૂકીએ અને તેનાથી એ અસ્કૃષ્ટ રહે એવું માનીએ અથવા ઈચ્છીએ એ કેવું આશ્ચર્ય! એવા દાખલાઓ હું તે ઠેકાણે ઠેકાણે જોયા કરું છું, હવે જે મધુરીને તમે શોખીન ન બનાવવા ઈચ્છો તો તમારે તેને સાદા વાતાવરણમાં મૂકવી જોઈએ, પણ જ્યાં છે ત્યાં રાખતાં છતાં એને વિલાયતી કપડાં ન. પહેરાવવાનો આગ્રહ કરે તો તેમાંથી બળાત્કારની ગંધ છૂટે.
મધુરીના પ્રશ્નમાંથી જે સિદ્ધાંતનો પ્રશ્ન તમે કર્યો છે તેને ઉત્તર એ છે કે બાળકોની ઉપર માબાપોને અંકુશ આવશ્યક છે. બાળકે જે કરે તે આપણે નથી કરવા દઈ શકતા. ઓછામાં ઓછા. દાબથી કામ લઈ શકીએ એમાં આપણી ચતુરાઈ રહેલી છે. બન્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org