________________
ગાંધીજી સાથે પત્રવ્યવહાર
[ સ્વ. પરમાનંદભાઈ કાપડિયાએ, પિતે અસહકારની લડતમાં જોડાયા ત્યારથી, ગાંધીજી સાથે ઘણે પત્રવ્યવહાર કરેલે, અને ગાંધીજીને વિવિધ વિષયોના પ્રશ્નો કરી એમનું માર્ગદર્શન મેળવેલું. એમના કેટલાક પ્રશ્નો અને તેના ઉત્તર ગાંધીજીએ ‘નવજીવન’માં પણ પ્રગટ કરેલા. ગાંધીજીના ઉત્તર સામાન્ય રીતે અત્યંત સંક્ષેપમાં અને મુદ્દાસર રહેતા. એ બધે જ પત્રવ્યવહાર પ્રગટ કરવો અહીં અપ્રસ્તુત છે. એટલે એમાંથી નમૂનારૂપ કેટલાક પત્રો પ્રગટ કર્યા છે. અહીં પ્રગટ થયેલા ગાંધીજીના છેલ્લા ચાર પત્રો પરથી જ પરમાનંદભાઈએ લખેલા પત્રના વક્તવ્યને ખ્યાલ આવી જાય એમ હોવાથી ત્યાં પરમાનંદભાઈને પત્રો જે સવિસ્તર છે તે છાયા નથી.
–સંપાદકે ]
મુંબઈ, તા. ૧૯-૭-ર૬ પમપૂજ્ય બાપુજી,
આપ અમારી મધુરીને જાણો છે. વિલેપારલેમાં આપને તિલક સ્વરાજ્ય ફંડ એકઠું કરવાના પ્રસંગે તેને પ્રથમ પરિચય થયો હતો. અત્યારે તે ભાવનગર મહિલા વિદ્યાલયમાં ત્રીજી અંગ્રેજી ભણે છે. અમે ઘરમાં એકાન્ત ખાદી વાપરતા નથી, પણ ખાદી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org