SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ " રેલવેટ્રેન રોકવામાં આવે છે, પ્રતિપક્ષી વની દુકાનેા અને ઘરખર લૂંટવામાં આવે છે અને વિરાધી લેાકેાને અનેક રીતે ર’જાડવામાં આવે છે. આથી આગળ વધીને, આપણે મુંબઈ અને અમદાવાદમાં જોયું તેમ, દેશના લાડીલા નેતાઓ, જેની હજી ગઈ કાલે એક અધિદેવતા માક પૂજા કરવામાં આવી હાય છે તેની આજે હાય ફલાણા હાય કલાણા ' એમ શેરી અને ગલીએ ગજાવતાં ઠાઠડીએ કાઢવામાં આવે છે અને ભદ્ર સમાજની સ્ત્રીએ ચાક અને ચૌટા વચ્ચે છાજિયાં લેતી નજરે પડે છે. આ બધું શુ બની રહ્યું છે એ સમજાતુ' નથી. પ્રજામાનસ કઈ અધોગતિ તરફ ધસી રહ્યું છે તે કલ્પનામાં આવતું નથી. સરકારનું કે કંઈ સંસ્થાનું ગમે તેવું કરપીણ કૃત્ય હાય તાપણ તે સામે વિરાધ દાખવવાની આ રીત છે ? આપણને કોઈ ગમે તેટલી દા કરે, નુકસાન કરે, અને આપણે ગમે તેટલા ક્રોધાવિષ્ટ થઈએ તોપણ જો આપણા ઉછેર બરાબર હૈાય તે આપણા મેઢામાંથી કદી પણ અપશબ્દ નીકળતા નથી. આ જેમ વ્યક્તિગત સભ્યતાને પ્રકાર છે તેમ સામુદાયિક સભ્યતાનુ` પણ અમુક ધારણ હાવુ જોઈએ. ગાંધીએ સામુદાયિક વિરેધ દાખવવા માટે સૌમ્ય અને અહિંસક ધેારણ આપણી સામે પ્રસ્થાપિત કર્યુ... અને પ્રજાને ઊંચા નૈતિક સ્તર પર લઈ જવાને પ્રયત્ન કર્યાં, પણ એ તપ અને પ્રયત્ન આજે સાવ નિષ્ફળ બની રહ્યાં હોય અને દ્વિગુણિત જં ગલીપણા તરફ આપણે ગતિ કરી રહ્યા હોઇએ એવું આપણે ચાતરફ પ્રદર્શન કરી રહ્યા છીએ. આમાંથી શું આપણે પાછા નહિ કરીએ ? આજે વિરાધ દાખવવાની અનેક રીતેામાં એક રીતયાળા ટોપી ઉતરાવવાની યા ા ચૂંટવી લેવાની પ્રચલિત થઈ છે. આ બાબત નાની છે, એમ છતાં એ પાછળ અસભ્યતાની પરાકાષ્ઠા છે.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy