________________
૧૨૨
છે. આ કે અન્ય પ્રકારના ઉપાયેાના હેતુ રાજ્ય કરતી સરથા ઉપર એક એવું દબાણ ઊભું કરવાને હાય છે, કે જે ખાણને તેણે વશ થવું જ પડે અને રજૂ કરવામાં આવતી માંગણીને ઘણાખરા અંશે કબૂલવી જ પડે,
વિધિ દર્શાવવાની સૌમ્ય અને અહિંસક પદ્ધતિ વિષે ગાંધીજી મારફત આપણને પૂરી તાલીમ મળવા છતાં અને સત્યાગ્રહ અને અસહકાર ઘરઘરના શબ્દો બની બેઠેલા હેાવા છતાં આજે આમજનતા અથવા તે તેમાંના અમુક એક વર્ગને ન ગમે તેવી કાઈ રાજકીય ઘટના બને છે ત્યારે તે કેવી રીતે વર્તે છે? પ્રાદેશિક પુનર્રચના અ'ગે છેલ્લા બાર મહિનામાં આપણે દેશના જુદા જુદા ભાગેામાં અને આપણી નજીક મહારાષ્ટ્રમાં, મુંબઈમાં અને ગુજરાતમાં જે બનતું જોયુ. તે એમ બતાવે છે કે સામુદાયિક વિરાધ દાખવવાની ગાંધીજીએ સૂચવેલી અને શીખવેલી ટેકનિક પદ્ધતિ આપણે સાવ વીસરી ગયા છીએ, એટલું જ નહિ પણ, તેમના આગમન પહેલાં આપણે જેવા હતા તે કરતાં પણ ઘણા વધારે અસહિષ્ણુ, અસભ્ય અને હિ ંસક બન્યા છીએ. જ્યારે કાઈ અણગમતા કાયદો આવ્યા, ભાષાના કે પ્રદેશરચનાના પ્રશ્ન આવ્યા ત્યારે પ્રજામાનસ એકાએક ઊછળી પડે છે. અને આજે રાજ્યસત્તા કેંગ્રેસપક્ષના હાથમાં છે તેથી તેની સામે, લેાકેા કેવળ જંગલી દેખાવા કરે છે. કંઈક ઝીન્દાબાદ અને કઈક મુર્દાબાદના ચેાતરફ પાકારે શરૂ થાય છે. ખાદીની ધેાળી ટોપી ઉતરાવવાનું કે ઝૂંટવી લેવાનું શરૂ થાય છે. કાંગ્રેસીઓનાં ઘરબાર ઉપર હુમલા કરવામાં આવે છે. આ પથ્થરબાજી અને ધાકધમકી વડે હડતાળ પડાવવામાં આવે છે. સરકારી માલમિલકતને પાર વિનાનું નુકસાન પહેાંચાડવામાં આવે છે. ટ્રામ અને ખસાના વ્યવહાર રાકી દેવામાં આવે છે, એટલું જ નહિ પણ, તે આળી નાખવાની હદ સુધી પણ જ્યાં ત્યાં લેાકેા પહોંચી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org