________________
૧૨૦
પડતાં વાર ન લખી ફણગો ફૂટયો તે
પક્ષ વિનાને
પડતાં વાર ન લાગે અને ઘડીના છઠ્ઠા ભાગમાં નવો પક્ષ ઊભું થાય. કેઈન મગજમાં બુદ્ધિને ફણગો ફૂટયો કે તે પોતાને જુદો ચોતરો ઊભો કરવાનો. પૂંછડા વિનાનું પ્રાણી નહિ અને પક્ષ વિનાને આચાર્ય નહિ. આવી આપણું રૂઢ મનોદશાને પલટવી જ જોઈએ. જુદા પડવાની ઘેલછાથી આપણે છૂટવું જ જોઈએ. એક તે આપણી ઘટતી જતી સંખ્યા અને તેમાં જુદાઈ કેળવવાની આપણી રીતભાત. સંખ્યાવૃદ્ધિની કે ઉન્નતિની આપણે વાત કરવી જ નકામી છે. જ્યાં અનેકાન્તવાદની સાચી સમજણ હોય ત્યાં મતભેદોની ભિન્નતા માનસિક ભેદ ઉત્પન્ન કરી શકે જ નહિ. પણ વ્યાખ્યાનપીઠ પરથી આજે ઉપદેશ થાય છે અને કાન્તવાદનો અને ખાનગી વાતોમાં પ્રેરણા અને પ્રચાર થાય છે સાંપ્રદાયિક રાગદ્વેષને. કોઈને મૂર્તિ પૂજા કરવી હોય તે કરે અને ન કરવી હોય તે ન કરે. દિગંબર મંદિરમાં કઈ જાય તેય શું અને તાંબર મંદિરમાં કઈ જાય તે પણ શું ? સૌકોઈ એક જ ધમપિતાનાં સંતાનો છે અને તેઓ એક શાસનને સ્વીકારીને ચાલે છે. એકની અહિંસા કે બ્રહ્મચર્ય અન્યની અહિંસા કે બ્રહ્મચર્યથી જુદા પડતાં નથી. પંચમહાવ્રત પાલન સો માટે સરખું છે. મેક્ષમાં કોઈના માટે ઊંચું–ને ચું સ્થાન કલ્પવામાં આવ્યું નથી. તે પછી આ જુદાઈ અને આ તીર્થના ઝઘડા ક્યાંથી આવ્યા ? આનું મૂળ આપણી સાંપ્રદાયિક સંકુચિતતા છે. એ સંકુચિતતામાંથી ઝનૂન, કદાચડ અને વેરઝેર જન્મે છે અને એ બધું ધર્મના ઢાંકણ નીચે નિરન્તર પિલાયા કરે છે. આજે આપણે એ સંકુચિતતાની દીવાલે ભાંગી નાખીએ; જુદાઈમાં જ ધર્મતત્ત્વનું મહત્વ સમજાવનાર સાધુઓને સાંભળવાની ચોખ્ખી ના પાડીએ; પામર માન્યતાભેદોને મનથી તિલાંજલિ આપીએ અને જેન જેન વચ્ચે સાચી એકતાની બુદ્ધિ કેળવીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org