________________
૧૦૫
ચાલીને કામ કરવાની વૃત્તિ કે હિંમત હતી નથી અને તેઓ પિતાની આવી મંદતાને–ભીસ્તાને આવી ડાહીડાહી વાતોથી ઢાંકવા પ્રયત્ન કરે છે. બીજું આપણે આજે જે જે વિચારો રજૂ કરવા અને વલણ કેળવવા માગીએ છીએ તે લેકે પચાવી શકે તેમ નથી એ દહેશત વધારે પડતી છે. ત્રીજુ લેકે ચમકે, ભડકે, જલદી પચાવી ન શકે તિરસ્કાર કરે, એ કારણે આપણે કોઈ પણ વિચાર કે અભિપ્રાય રજૂ કરતાં અટકવું એ આપણા યુવક ધમને દ્રોહ કરવા બરાબર છે. આપણી નિષ્ઠા શુદ્ધ લોકકલ્યાણની હોવી જોઈએ અને આપણું દષ્ટિ સમાજને કઈ દિશામાં આગળ દોરવાની અને કયા ધ્યેય સમીપ પહોંચાડવાની છે એ રીતે ભવિષ્યને વીંધવાની તાકાતવાળી હેવી જોઈએ. આ નિષ્ઠા અને આ દષ્ટિ બરોબર જળવાતી હોય તે જે રીતની દોરવણીની જરૂર લાગે તે રીતે સમાજને દોર અને નગ્નસત્ય નીડરપણે રજૂ કરતાં અચકાવું કે ડરવું નહિ. આ એક જ આપણું ભાવિ સંસ્કૃતિનું પ્રયોજન.
આજના શિક્ષિત વર્ગને અને તેની પાછળ ઘસડાતા આપણા સામાન્ય સમાજનો હું વિચાર કરું છું ત્યારે મને આખો વર્ગ (૧) સંપ્રદાય દષ્ટિ (૨) ઉચ્છેદક દષ્ટિ અને (૩) સભ્ય દૃષ્ટિ એમ ત્રણ પ્રકારના વલણમાં અથવા તો દષ્ટિબિંદુઓમાં વહેંચાયેલું દેખાય છે.
પ્રથમ સંપ્રદાય દષ્ટિને વિચાર કરીએ : આ દષ્ટિ ભૂતકાળના પ્રારંભમાં સોનેરી યુગ કહે છે. જૈન ધર્મમાં યુગલીયા સમાજની આવી જ કલ્પના છે. આ યુગલીયા સ્ત્રીપુરુષ સાથે જન્મે, સાથે પતિ પત્ની તરીકે જીવન ગાળે અને સાથે મરણ પામે. તેમની સર્વ જરૂરિયાત કલ્પવૃક્ષ પૂરી પાડે છે. આ લોકોનું જીવન નિર્દોષ, પવિત્ર, શાંત અને એકાંન્ત સુખભર્યું હોય. કાળાન્તરે નિર્દોષતા ઘટે, પવિત્રતા ઓછી થાય, વિકારને સંચાર થાય, કલ્પવૃક્ષ બધિર થવા માંડે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org