________________
૧૦૩
ΟΥ
નારથી માંડીને શુદ્ધ ખાદીનેાજ ઉપયોગ કરનારા, વર્તમાન સાધુએ વિષે ખૂબ આદરમાન ધરાવનાર અને તેઓની પ્રસંગે પ્રસંગે પ્રતિષ્ઠા વધારનારથી માંડીને સમગ્ર સાધ્રુવ પ્રત્યે અત્યન્ત અભાવ ધરાવનાર, સરકારી ઇલકાઓ ધરાવનારથી માંડીને સરકાર પ્રત્યે કેવળ ઘા ધરાવનાર–આવી ભિન્ન ભિન્ન કેાટિની અનેક વ્ય– ક્તિ રહેલી છે. હજુ આપણી પ્રવૃત્તિ કોઈ પણ પ્રકારના વ્યવ– સ્થિત આકારને પામી નથી. આગળ પડતા ગણાતા કાઈ પણ એક વિચાર આગળ ધરીને ગમે તેવા પ્રચ્છન્ન રુઢિચુસ્તને આપણે ત્યાં ઘુમવાને અને આગળ આવવાના અવકાશ છે. ધીમે ધીમે આપણા કાકર્તાએ સંબંધમાં અમુક પ્રકારની શિસ્તની અપેક્ષા આપણે કેળવવી જ પડશે. સૌથી પ્રથમ તે આપણા કાર્યકર્તા ચુસ્ત મહા સભાવાદી હેાવા જ જોઈ એ. જેનામાં રાષ્ટ્રદૃષ્ટિ જામેલી નથી તેનું વલણ આખી પ્રવૃત્તિને એકદમ કે।ની આકાર આપવાનું રહેવાનુ જ અને આપણી પ્રવૃત્તિમાં એ એક જ એવું જોખમ છે કે જેનાથી આપણે હંમેશાં ચેતતા રહેવું જ પડશે. રાષ્ટ્રીય મહાસભા પ્રત્યે સક્રિય સહાનુભૂતિના સૂચક તરીકે તેમ જ સ્વાતંત્ર્યપ્રાપ્તિના પ્રતીક તરીકે આપણા કાર્યકર્તાઓએ ચાલુ પહેરવેશમાં ખાદી ધારણ કરવી ોઈએ અને પેાતાના ચાલુ જીવનવ્યવહારમાંથી અસ્પૃશ્યતાને તિલાંજલિ આપવી જોઈ એ. આવી જ રીતે આપણું ધારણ આજે પ્રવતી સાધુઓની અમર્યાદિત સત્તા અને સમાજમાનસ ઉપર તેમનું અસાધારણ પ્રભુત્વ તેાડવાનું હાઈ ને સાધુ સાથેના આપણા સબધવ્યવહારને પણ અનેક રીતે મર્યાદાબદ્ધ કરવા પડશે. સમાન્ય સાધુઓના ગુજ્ઞાન અને જયંતીમાં આપણા કદી ભાગ કે સહકાર હોય જ નહિ. સ્વમાની યુવકનું મસ્તક જેને તેને નમવાને સર્જાયું નથી એ આપણે કદી ન ભૂલીએ. આપણા વિચા અને વલણા સાથે બાંધછોડ કરવી પડે અને આપણી જાહેર પ્રવૃત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org