________________
૧૨
કર્યા બાદ તરત જ તે પરિષદ ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય અને તે વિભાગી પરિષદ પિતપોતાને લાગુ પડતા પ્રશ્નોને એવી રીતે વિચાર કરે અને નિકાલ લાવે કે જે સામુદાયિક એકતાને જરા પણ બાધક ન બને. આવી જ રીતે આવી યુવક પરિષદ સાથે જોડાવા માગતા યુવક સંઘમાં પણ દરેક વિભાગની વ્યક્તિઓને જોડાવાનો સંપૂર્ણ અવકાશ હેવો જોઈએ અને આવા યુવક સંઘે વિભાગવાર પેટા સમિતિઓ નીમે કે જે પિતપિતાના સ્થાનિક વિભાગના ચાલુ પ્રશ્નો સંબંધમાં યોગ્ય પ્રવૃત્તિઓ ચલાવ્યા કરે. આવી રચના કરવાથી વિભાગી પ્રશ્નોની જરા પણ ઉપેક્ષા નહિ થાય અને એમ છતાં પણ સામુદાયિક એકતાને જરા પણ બાધ નહિ આવે.
ઉપર જણાવ્યા મુજબ આપણામાં વલણની અને પ્રવૃત્તિ - એયની સ્પષ્ટતા કરવા જતાં તેમજ યુવક પરિષદ અને યુવક સંઘોની નવા આકારે ઘટના કરવા જતાં આજ સુધી જાણીતા થયેલા કોઈ કોઈ કાર્યકર્તાઓને આપણે કદાચ ગુમાવવા પડે, કોઈ કોઈ જૂના યુવક સંઘો સાથેનો સંબંધ તેડવો પડે અને તે જ સ્થળે નવા યુવક સંઘો સ્થાપવા પડે. પણ આવી પરિસ્થિતિથી ડરવાનું કે પાછા હઠવાનું કશું પણ કારણ નથી. સમયના વહેવા સાથે દરેક સામાજિક પ્રવૃત્તિએ પિતપોતાના રૂપરંગમાં જરૂરી ફેરફાર કરવા જ જોઈએ અને આખા સમાજને આગળ લઈ જવા માટે જરૂરી જોખમ ખેડવું જ જોઈએ. આજે જેમ યુવક પરિષદને લગતી આખી પ્રવૃત્તિની પુનર્ઘટના થવાની જરૂર છે તેમજ પરિષદના કાર્યકર્તાઓની પણ ચાળણી થવાની જરૂર છે. આપણા કાર્યકર્તાઓમાં કેવળ કોમી માનસ ધરાવનારથી માંડીને એકાન્ત રાષ્ટ્રીય ભાવના સેવનારા, હજુ પણ ચાલુ વિલાયતી વસ્ત્રો પહેર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org