________________
૧૦૧
સમયે પરસ્પર વિરાધી રંગા દેખાયા કરે છે અને તે કારણે સમાજ ઉપર આખી પ્રવૃત્તિની કશી પ્રતિભા પડતી નથી. આપણા વિચારમાં સ્પષ્ટતા આવે અને વનમાં એકરૂપતા જન્મે એ બાબત ઉપર ધ્યાન ખેંચવા માટે આટલા આનષ ંગિક વિવેચનની મને જરૂર લાગી છે.
ઉપર જણાવેલ ધાર્મિક તેમજ સામાજિક બાબતમાં આપણાં દિતિ દુ તેમજ વલણની સ્પષ્ટતા રજૂ કરવામાં આવી તેવી જ રીતે રાજકારણમાં પણ આપણું ધ્યેય અને પ્રવૃત્તિ સ્પષ્ટ થવાં જ જોઈ એ. આખા દેશનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય અને ગરીબ તવંગરને ભેદ ઉત્તરાત્તર નાબૂદ થાય એવી ન્યાયપૂર્ણ આર્થિક વહેંચણીનુ ધારણ અખત્યાર કરતી આખા સમાજની પુનર્રચના એ આપણું ધ્યેય હાવું જોઈએ. અને એ ધ્યેયને સ્વીકારતી અને પ્રજાવનનું નિયમન કરતી રાષ્ટ્રીય મહાસભાના કાર્યને બને તેટલા સક્રિય ટેક આપવા એ આપણી યુવક પ્રવૃત્તિનું મુખ્ય અંગ હોવુ જોઈ એ.
આપણી જૈન યુવક પ્રવૃત્તિના પુનઃવિધાન માટે ધાર્મિક, સામાજિક તેમજ રાજકીય પ્રશ્નો પરત્વે આપણાં વલણા અને અભિપ્રાયા વિષે સ્પષ્ટતા કરવાની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર યુવક પ્રવૃત્તિના બાહ્ય અંગેાની ઘટનામાં પણ કેટલાક જરૂરી ફેરફાર કરવાને લગતી રહે છે. આગળ વિચારી ગયા તે મુજબ આપણે ત્રણે વિભાગની એકત્ર યુવક પ્રવૃત્તિની રચના કરીએ પણ એમ છતાં પ્રત્યેક વિભાગના ફીરકાના એવા કેટલાક પ્રશ્નો હોય છે કે જે પ્રશ્નો સાથે ખીજા વિભાગેાને કશે! સંબંધ નથી હોતા અને જે પ્રશ્નોના વિચાર અને નિકાલ તે તે વિભાગના પ્રતિનિધિઆથી થઈ શકે તેમ હોય છે. આ માટે હવે પછીની યુવક પરિ– ષદ એવી રીતે ભરવી જોઈ એ કે જેનું સÖસામાન્ય કાર્યાં પૂરું
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org